GSTV

એનસીબીએ એવો તો કયો ડર બતાવ્યો કે હું બહુ સારી અભિનેત્રીનો રાગ આલાપતી રિયાએ આખે કબૂલ્યું કે તે ડ્રગ્સ લે છે

રિયા

Last Updated on September 21, 2020 by Bansari

સુશાંત સિંહ રાજપૂત મૃત્યુ કેસના ડ્રગ્સ પ્રકરણે તેની પ્રેમિકા અભિનેત્રી રિયા ચક્રવર્તી નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો (એનસીબી)ના પૂછપરછમાં કસ્ટડી દરમ્યાન 36 કલાક સુધી મક્કમ રહી હતી. પરંતુ ત્યારબાદ તેનો બાંધ તૂટી ગયો હતો.સુશાંત મૃત્યુ પ્રકરણે સીબીઆઈએ નોંધેલા કેસમાં મુખ્ય આરોપી રિયાએ ઓથોરિટીના પંચાવનમાં પ્રશ્ન પર ચુપકિદી તોડી હતી. ‘તુ કેટલી સારી અભિનેત્રી છે?’ એવા પ્રશ્નના જવાબ બાદ તેણે પોતે ડ્રગ્સનું સેવન કર્યાનું કબુલવાની હિંમત કરી હતી. જેની અત્યાર સુધી તેણે ના ભણ્યે રાખી હતી.

અધિકારીઓએ રિયા પાસેથી આ રીતે કઢાવી વિગતો

રિયા

સૂત્રોના જણાવ્યા મુજબ પ્રથમ રાઉન્ડના સવાલોમાં સજાગ અને ચુપ રહી હતી. વિગત આપવામાં ટસની મસ થતી નહોતી. ત્યારબાદ ઓફિસરોને લાગ્યું કે આ રીતે કામ ચાલશે નહીં.આથી તેમણે મજાકમાં તેને સવાલ કર્યો કે ‘તું કેટલી સારી અભિનેત્રી છે?’ જેનો જવાબ રિયાએ ‘હું બહુ સારી અભિનેત્રી છું’ એમ આપ્યો હતો. અધિકારીઓએ કડક થઈને તેને જણાવ્યું કે ‘મેડમ આ સમય તમારા માટે અભિનય કરવાનો નથી.’

આ સવાલ પર ભાંગી પડી રિયા

રિયા

સુત્રોના જણાવ્યા મુજબ અધિકારીઓએ પછી જણાવ્યું કે ‘જોકે સેવન નહીં કર્યું હોય તો તું દાણચોર છે અને તે વધુ ગંભીર ગુનો છે.’ આ સવાલ રિયા ભાંગી પડી અને તેણે ડ્રગ્સનું સેવન કર્યાની કબુલાત કરી હતી.તેણે એમ પણ જણાવ્યું હતું કે તે પોતાને શીખવેલા જવાબ આપી રહી હતી. રિયા હાલ ભાયખલા મહિલા જેલમાં 22 સપ્ટેમ્બર સુધી રખાઈ છે. તેનો ભાઈ શૌવિક અને સુશાંતના સ્ટાફ સેમ્યુઅલ મિરાન્ડા અને દીપેશ સાવંત પણ એનસીબી કસ્ટડીમાં છે.

Read Also

Related posts

કેન્દ્રીય બજેટ / બજેટમાં બેંકોમાં મૂડી ઠાલવવા અંગે જાહેરાતની સંભાવના ઓછી, ગયા વર્ષે NPAમાં થયો ઘટાડો

GSTV Web Desk

મહિન્દ્રાએ હીરો ઈલેક્ટ્રિક સાથે કરી ભાગીદારી, એક વર્ષમાં કરશે 10 લાખથી વધુ ઇલેક્ટ્રિક વાહનોનું ઉત્પાદન

Vishvesh Dave

સુરત / છેલ્લા 15 દિવસમાં કોરોનાના કેસોમાં આવ્યો મોટો ઉછાળો, વિદ્યાર્થીઓ પણ મોટી સંખ્યા થઈ રહ્યા છે સંક્રમિત

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!