GSTV
Home » News » માલિકની આંગળી વગર નહિ ચાલે પિસ્તલમાંથી ગોળી, આવશે નવી ટેકનીક

માલિકની આંગળી વગર નહિ ચાલે પિસ્તલમાંથી ગોળી, આવશે નવી ટેકનીક

ઘરમાં રાખેલી લાઈસન્સ વાળી પિસ્ટલ અથવા રિવોલ્વરથી બાળકો કે પછી મોટાની આત્મહત્યા કરવાની અથવા આવેશમાં આવીને ગોળીબારી કરવાની કેટલીય ઘટનાઓ સામે આવે છે. ઘરમાં રાખેલા હથીયારોને સુરક્ષિત રાખવા માટે કાનપુરની એક કંપનીએ એવુ કવર તૈયાર કર્યુ છે કે હથિયારના માલિકની મરજી વગર ખુલશે જ નહીં. જ્યા સુધી કવર નહીં ખુલે ત્યાં સુધી પિસ્તલથી ગોળી ચલાવી શકાતી નથી. હકિકતે આ કવરને ફિંગર પ્રિંટ ટેકનિકના ઉપયોગથી બનાવવામાં આવ્યુ છે. આ કવરને કવચ નામ આપવામાં આવ્યુ છે.

કવચમાં લાગેલા ફિંગર સેંસર એક સેકેન્ડથી પણ ઓછા સમય માટે કામ કરે છે. એવામાં તેનો ઉપયોગ કરવો આસાન છે. તેની સિવાય કવચમાં જીપીએસ ડિવાઈસ પણ લાગેલા હોય છે. જેથી ખબર પડે કે કવચ સાથે ચોરી થયેલી ગન ક્યાં છે. કવચમાં લાગેલી બેટરીને ત્રણ માસમાં એક વાર ચાર્જ કરવાની જરૂર પડે છે. આ સિવાય કવચમાં લાગેલુ જીપીએસ હંમેશા ચાલુ રહેશે.

તમને જણાવી દઈએ કે ભારતમાં બે દિવસીય આંતરરાષ્ટ્રીય પોલીસ એક્ષપો થવાનો છે. તેમાં સિંગાપુર, ઈઝરાઈલ, કોરિયા, તાઈવાન,ચીન, બ્રિટેન, અમેરિકા, મલેશિયા, જર્મની, ઓસ્ટ્રેલિયા અને પોલેન્ડ સાથે 25 દેશોએ ભાગીદારી કરી છે. તેમાં આધુનિક ટેકનિક દ્વારા નવીનતમ ટેકનીકથી બનાવેલા હથિયારોનુ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. એક્સપોનો ઉદ્દેશ પોલીસ આધુનિકીકરણ અને આંતરિક સુરક્ષાના ઢાંચાને મજબૂત કરવા માટે ઉન્નત હથિયાર, સુરક્ષા અને બચાવની આધુનિક ટેકનીકોની સાથે સાઈબર સુરક્ષા સાથે જોડાયેલી ટેકનીકો જાણવા માટેનો છો.

આ દરમિયાન રાજ્યસભા સાંસદ રવિન્દ્ર કિશોર સિંહાએ જણાવ્યું કે આવી રીતે દૂશ્મનોની ઓળખાણ કરી શકીએ છીએ. જેને આંતરીક સુરક્ષા માટે ખતરારૂપ ગણવો મુશ્કેલ છે. આ એક્સપોમાં સોથી વધુ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સંગઠનો ભાગ લેશે. જેમાં આ સંગઠનોએ નાગરિક સુરક્ષા સાથે જોડાયેલા હથિયારોનું પ્રદર્શન કરશે.

READ ALSO

Related posts

આ રાજ્યની સરકારે નસબંધી કરવાનો ટાર્ગેટ આપ્યો, ટાર્ગેટ પૂર્ણ નહીં થાય તો પગાર કટ અથવા ફરજીયાત નિવૃતિ

Mayur

હોસ્પિટલમાં ડોક્ટરની જગ્યા લીધી માનસીક બિમાર શખ્સે અને લોકોની કરી સારવાર, તંત્ર ઉંઘતુ ઝડપાયું

pratik shah

આ સ્માર્ટફોન કંપનીએ યૂઝર્સને આપ્યુ કવચ, સ્માર્ટફોનને સુરક્ષિત રાખવા પર મળશે માત્ર 250 રૂપિયામાં ઈન્શ્યોરન્સ

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!