GSTV

અમદાવાદ સહિતના શહેરોમાં આ બાઇકનો છે જબરો ક્રેઝ, માત્ર બે કલાકમાં તમામ બાઇક વેચાઇ ગઈ

Last Updated on June 20, 2021 by Zainul Ansari

ઇલેક્ટ્રિક ટૂ-વ્હીલરની ડિમાંડ ખૂબ જ ઝડપથી વધી રહી છે, એવામાં Revolt Motorsની ઇલેક્ટ્રોનિક બાઇક RV400ને લઇ લોકોમાં અલગ જ પ્રકારનો ક્રેઝ છે. દર વખતે આ બાઇકની બુકિંગ ઓપન થતા જ થોડાક જ કલાકોમાં બંધ થઇ જાય છે. 18 જૂનના રોજ આ બાઇકની ફરી બુકિંગ શરૂ કરવામાં આવી હતી અને માત્ર બે કલાકમાં કંપનીને તેની બુકિંગ કરવાની ફરજ પડી હતીય કંપનીએ જણાવ્યું કે તેણે 50 કરોડ રૂપિયાની બાઇકની બુકિંગ કરી છે.

કંપનીએ જણાવ્યું કે Revolt RV400 ઇલેક્ટ્રિક બાઇકની બુકિંગ એટલા માટે વધારે થઇ છે, કારણ કે સરકારે FAME II સબ્સિડી પછી તેની કિંમત ઘણી ઓછી થઇ ગઇ છે. FAME II સબ્સિડીમાં થયેલા સુધારા પછી આ બાઇકને દિલ્હીના ગ્રાહકો 1 લાખથી પણ ઓછી કિંમતમાં ખરીદી કરી શકે છે. તેની સાથે કંપનીએ જણાવ્યું કે તે તેની ડિસ્ટ્રીબ્યૂટર્સ સર્વિસ 35 શહેરોમાં વધારવામાં સફળ રહી છે.

Revolt Motorsએ વધુમાં જણાવ્યું કે ભારતના અનેક શહેરોમાં આ ઇલેક્ટ્રોનિક બાઇકની ખૂબ જ ડિમાંડ છે. કંપનીએ જણાવ્યું કે દિલ્હી, મુંબઈ, પુણે, ચેન્નઈ, અમદાવાદ અને હૈદરાબાદ સહિત 6 શહેરોમાં આ બાઇકની ખૂબ જ ડિમાન્ડ જોવા મળી રહી છે અને લોકો તેને બુક કરવા માટે પડાપડી કરી રહ્યા છે.

Revolt RV400 પર મળી શકે છે 28,200 રૂપિયાનો લાભ

FAME IIની સબ્સિડી પછી આ બાઇકની કિંમતમાં 12 હજાર રૂપિયાનો ઘટાડો થયો છે અને ત્યારબાદ તેની કિંમત 1,06,999 રૂપિયા થઈ ગઈ છે. જો દિલ્હીની વાત કરીએ, તો આ બાઇકને વધારે ડિસ્કાઉન્ટ સાથે ખરીદી શકાય છે. તેમાં દિલ્હી સરકારની ઈવી પોલિસી હેઠળ આપવામાં આવી રહેલા ડિલ્કાઉન્ટ પણ લાભ લઇ શકાય છે, જેમાં તમને 16,200 રૂપિયાનો વધારાનો લાભ મળશે. એટલે તેનો અર્થ છે કે દિલ્હી સરકાર દ્વારા આપવામાં આવી રહેલા લાભ અને FAME-IIની સબ્સિડીના લાભ પછી તેને માત્ર 90,799 રૂપિયા (એક્સ શોરૂમ)માં ખરીદી શકાય છે. આ બંને ડિસ્કાઉન્ટને એક કરવામાં આવે, તો તમને તેમાં કુલ 28,200 રૂપિયાની છૂટ મળી શકે છે.

Read Also

Related posts

અમદાવાદ / કોરોનાકાળમાં પરિસ્થિતિનો લાભ લઇ લોકોને લૂંટનારી હોસ્પિટલોને નોટિસ, શું કાર્યવાહી કરાશે?

Zainul Ansari

UP Assembly Election: પરફોર્મન્સ રિપોર્ટ સારો હશે તો જ લડી શકાશે ચૂંટણી, 35 ટકા ધારાસભ્યોની ટિકિટ કાપી શકે છે ભાજપ

Vishvesh Dave

અમદાવાદ / શોભાના ગાંઠિયા સમાન ટેનિસ કોર્ટ, અધધ ખર્ચે તૈયાર કરાયેલા કોર્ટ હજુ સુધી ચાલુ નથી કરાયા

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!