GSTV
Home » News » 4G સિમ અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ સાથે આવી રહ્યું છે બાઈક, અને બીજા પણ નવા ફીચર…

4G સિમ અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ સાથે આવી રહ્યું છે બાઈક, અને બીજા પણ નવા ફીચર…

જલદી દેશમાં લોન્ચ થવા જઈ રહી છે. ઈલેક્ટ્રીક બાઈક. આ આર્ટિફિશિયલ બેસ્ડ હશે. આ પહેલું બાઈક હશે જે એડવાન્સ ફીચર સાથે જોવા મળશે. ગુરુગ્રામની એક ટુ-વ્હીલ સ્ટાર્ટઅપ કંપની ટૂંક સમયમાં ઈલેક્ટ્રીકલ બાઈક બજારમાં લોન્ચ કરશે. આ બાઈકની લોન્ચ ડેટ પણ નક્કી થઈ ગઈ છે, 18 જૂન 2019ના દિવસે તે લોન્ચ થશે.

આ બાઈકને દિલ્લીના એનસીઆર બજારમાંથી લોન્ચ કરવામાં આવશે, ત્યાર બાદ તેને દેશના બીજા દેશોમાં લોન્ચ કરવામાં આવશે. કેટલાક દિવસોથી બાઈકનું ટેસ્ટિંગ થઈ રહ્યું છે અને કેમોફ્લેગથી કવર આ બાઈકને ઘણી જગ્યા પર સ્પોર્ટ કરવામાં આવી છે. મોબાઈલ અને ઈલેક્ટ્રિક પ્રોડક્ટસ બનાવવા વાળી માઈક્રોમેકેસ કંપનીના કો-ફાઉન્ડર રહી ચૂકેલા રાહુલ શર્મા આ કંપનીના ફાઉન્ડર છે. આ દેશનું પહેલું બાઈક ઈલેક્ટ્રિક બાઈક હશે. જે એઆઈ અને એલટીઆઈ કેનેક્ટેડ હશે, આમાં 4જી સીમ લાગેલું હશે. હમણાં જ આ બાઈકને ARAI ની અપ્રૂવલ પણ મળી છે.

તેની ડિઝાઈનની વાત કરીએ તો તેનો લુક મસ્કુલર KTM 390 Dukeની જેમ કોમ્પેક્ટ છે. આમાં એલઈડી લાઈટિંગ, મોનોર્શાક અને ફ્રંટ ડિસ્ક બ્રેક જેવા ફીચર પણ છે. બાઈકને બેટરી અને મોટરને વિદેશમાંથી આયાત કરવામાં આવી છે. જ્યારે બેટરી મેનેજમેન્ટ સિસ્ટમ અને ઈલેક્ટ્રોનિક કંટ્રોલ યુનિટની ડિઝાઈન અહીં થઈ છે. બાઈકમાં ખાસ પ્રકારની સ્વેપિંગ બેટરી સિસ્ટમ હશે, જેથી તેમાં રેન્જની સમસ્યા પૂરી થઈ જશે. બાઈકને લાંબા સમય સુધી ચલાવી શકાશે.

બાઈકને માનેસર ફેક્ટરીમાં બનાવવામાં આવશે, તેની કિંમતની કોઈ જાણકારી આપવામાં આવી નથી. પરંતુ લાગે છે કે 1.20 લાખ રૂપિયા હોઈ શકે છે, અને આ ફેસ-2 સ્કીમ પણ લાગુ પડશે, જેના પછી તેની કિંમત ઓછી થઈ શકે છે.

Read Also

Related posts

ગ્રાહકોને છેતરવામાં આવતાં એકાઉન્ટ્સ થશે બંદ, ગૂગલે મેળવી માહિતી

Dharika Jansari

પોલીસને મદદ કરીને નફો કરતું થયેલું ભારતીય સ્ટાર્ટઅપ,ઇન્ડિયન આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ફેસિયલ રેકગ્નિશન

Path Shah

Tata Skyએ બદલી 25 ચેનલ પેકની કિંમત, હવે સસ્તામાં જોઈ શકશો ટીવી ચેનલ્સ

Dharika Jansari
Do NOT follow this link or you will be banned from the site!