GSTV
India News ટોપ સ્ટોરી

કોરોના ગાઈડલાઈન/ કેન્દ્ર સરકારે મુસાફરીના નિયમોમાં કર્યો બદલાવ, પ્લેનમાં આ દિવસથી ભારત આવવા પર RT-PCR ટેસ્ટની નહીં પડે જરૂર

કોરોના વાયરસ મહામારીના ઘટતા કેસોને ધ્યાને રાખીને કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આંતરરાષ્ટ્રીય આવનજાવન માટેની નવી માર્ગદર્શિકા બહાર પાડી છે. આ મુજબ 14 ફેબ્રુઆરીથી ‘એટ રિસ્ક’ અને અન્ય દેશોની કેટેગરી હટાવી દેવામાં આવશે. આ ઉપરાંત, 14 ફેબ્રુઆરીથી ભારત આવતા મુસાફરોને આરટીપીસીઆર ટેસ્ટ કરાવવાની જરૂર રહેશે નહીં. તેના બદલે, સંપૂર્ણ રસીકરણ રિપોર્ટ અપલોડ કરવાનો રહેશે.

મુસાફરોમાંથી માત્ર બે ટકા જ રેન્ડમ ટેસ્ટિંગ કરવામાં આવશે

નવી ગાઈડલાઈનમાં કહેવામાં આવ્યું છે કે એરપોર્ટ પર કોરોના ટેસ્ટ કરાવવાની જરૂર રહેશે નહીં. તેમજ સાત દિવસની હોમ ક્વોરેન્ટાઇન નિયમને નાબૂદ કરવામાં આવશે. પેસેન્જરે માત્ર 14 દિવસ માટે સેલ્ફ મોનિટરિંગ કરવાનું રહેશે. ભારત આવતા મુસાફરોમાંથી માત્ર બે ટકા જ રેન્ડમ ટેસ્ટિંગ કરવામાં આવશે.

સેલ્ફ ડિકલેરેશન ફોર્મ ભરવું જરૂરી

ગાઈડલાઈન મુજબ જે મુસાફર ભારતનો પ્રવાસ કરી રહ્યા છે તેમણે મુસાફરી પહેલાં એર સુવિધા પોર્ટલ (https://www.newdelhiairport.in/airsuvidha/apho-registration) પર સેલ્ફ ડિકલેરેશન ફોર્મમાં સંપૂર્ણ અને વાસ્તવિક વિગતો આપવાની રહેશે. જેમાં છેલ્લા 14 દિવસની મુસાફરીની વિગતો પણ સામેલ કરવામાં આવશે. મુસાફરોએ મુસાફરી શરૂ થયાના 72 કલાકની અંદર નેગેટીવ RT-PCR ટેસ્ટ રિપોર્ટ અથવા ફૂલ્લી વેક્સિનેટેડનું સર્ટી અપલોડ કરવાનું રહેશે. જો કે, આ વિકલ્પ ફક્ત 72 દેશોમાંથી આવતા પ્રવાસીઓ માટે છે જેમણે રસીકરણ ઝુંબેશને ભારત સરકાર દ્વારા પારસ્પરિક કાર્યક્રમના ભાગ રૂપે માન્યતા આપવામાં આવી છે. આ દેશોમાં કેનેડા, હોંગકોંગ, અમેરિકા, યુકે, બહેરીન, કતાર, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ અને કેટલાક યુરોપીયન દેશોનો સમાવેશ થાય છે.

એરલાઈન્સે ટિકિટ સાથે મુસાફરોને માહિતી આપવી પડશે

સંબંધિત એરલાઇન્સ અને એજન્સીઓએ મુસાફરોને તેમની ટિકિટ સાથે શું કરવું અને શું ન કરવું તેની માહિતી આપવાની રહેશે. એરલાઇન્સે ફક્ત એવા યાત્રિકોને મુસાફરીની મંજૂરી આપવી પડશે જેમણે સેલ્ફ ડેકલેરેશન ફોર્મમાં તમામ વિગતો ભરી હશે. તેમનો RT-PCR ટેસ્ટ રિપોર્ટ અથવા રસીકરણ પ્રમાણપત્ર દર્શાવ્યું છે.

ફેસ માસ્ક, સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવાનું રહેશે

માત્ર એસિમ્પ્ટોમૈટિક મુસાફરોને જ મંજૂરી મળશે. ફ્લાઈટ મુસાફરી દરમિયાન પ્લેનમાં ફેસ માસ્ક પહેરવું અને સોશ્યલ ડિસ્ટન્સનું પાલન કરવું જરૂરી રહેશે. આગમન પર થર્મલ સ્ક્રિનિંગ ઉપરાંત, રેન્ડમલી પસંદ કરાયેલા મુસાફરો (પ્રતિ ફ્લાઇટના કુલ મુસાફરોના બે ટકા સુધી)ને RT-PCR ટેસ્ટ કરાવવા માટે કહેવામાં આવશે. મુસાફરોની પસંદગી એરલાઇન દ્વારા કરવામાં આવશે, જેઓ વિવિધ દેશોના હોવા જોઈએ.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

“ધીરજ સાહુ ભાજપમાં જોડાય તો ક્લીનચીટ ન આપી દેતા”, સાંસદ પ્રિયંકા ચતુર્વેદીના ચાબખા

Nelson Parmar

અમેરિકા: રાષ્ટ્રપતિની ચૂંટણીના સર્વેમાં ડોનાલ્ડ ટ્રમ્પે હાલના રાષ્ટ્રપતિ બાઈડનને છોડી દીધા પાછળ

Rajat Sultan

જેલમાં બંધ નરગિસ વતી તેના બાળકો નોબેલ પ્રાઈઝ સ્વીકારશે, 31 વર્ષથી ઈરાનની જેલમાં છે નરગિસ

Rajat Sultan
GSTV