મુખ્ય કલાકાર: વરૂણ ધવન, તાપસી પન્નુ, જેકલીન ફર્નાન્ડિસ, અનુપમ ખેર, પ્રાચી દેસાઈ, રાજપાલ યાદવ, સચિન ખેડેકર
નિર્દેશક: ડેવિડ ધવન
નિર્માતા: સાજિદ નાડિયાદવાલા
એક એવો સમય હતો કે, જ્યારે ડેવિડ ધવનની ફિલ્મો બોક્સ ઓફિસ પર સોનું કાઢતી હતી. આ ફિલ્મોમાં મનોરંજન ભરપુર હતું. મૂળ એડિટર રહીં ચૂકેલા ડેવિડ ધવને સિનેમાને પોતાના ફોર્મ્યુલામાં ઘડ્યુ. તેમણે લાંબા-લાંબા માસ્ટર શોટ્સ ક્યારેય ટાળ્યા ન હતા. તેમને ફક્ત પોતાની સ્ક્રિપ્ટ, પોતાની કોમેડિ ટાઈમિંગ, અને પોતાના કલાકારો પર વિશ્વાસ હતો. ડેવિડે ગોવિંદા અને સલમાન સાથે ‘કુલી નબંર વન’, ‘જોડી નંબર વન’, ‘ઘરવાલી બહારવાલી’, ‘જુડવા’ જેવી ફિલ્મો બોક્સ ઓફિસને આપી છે.
પોતાની સફળ ફિલ્મ ‘જુડવા’ની રિમેક ‘જુડવા 2’માં ડેવિડનો મેજીક અવિરતપણે રહ્યો છે. ‘ABCD 2’, બદલાપુર જેવી ફિલ્મોમાં વરૂણ ધવનનો અભિયન પ્રશંસાને પાત્ર રહ્યો છે ત્યારે આ ફિલ્મમાં પણ બંને પાત્રોમાં વરૂણ સંપૂર્ણરીતે સફળ ઉતર્યો છે. વરૂણની સાથે જેકલીન ફર્નાન્ડીસ અને તાપસી પન્નુએ સારો અભિનય કર્યો છે. ઉપરાંત, લાંબા સમય બાદ રાજપાલ યાદવ ફિલ્મી પડદા પર નજરે આવ્યો છે. અનુપમ ખેર, સચિન ખેડેકર, પ્રાચી દેસાઈનું પણ આ ફિલ્મમાં અભિનય મહત્વપૂર્ણ રહ્યું છે.
ફિલ્મની સિનેમેટોગ્રાફી જબરજસ્ત છે. આ સિવાય ‘જુડવા’ના બે હિટ ગીતો આ ફિલ્મમાં નવા અંદાજમાં લેવામાં આવ્યા છે. ફિલ્મ ‘જુડવા 2’
સંપૂર્ણરીતે મનોરંજથી ભરપૂર છે. જેને કારણે આ ફિલ્મ પરિવાર સાથે નિહાળી શકાય છે.