GSTV
Home » News » Vodafone, Airtel, Jio, Idea તમારા બજેટમાં છે આ કંપનીનો પ્લાન, આ રીતે બચાવો પૈસા

Vodafone, Airtel, Jio, Idea તમારા બજેટમાં છે આ કંપનીનો પ્લાન, આ રીતે બચાવો પૈસા

ટેલિકોમ સેક્ટરમાં 2016થી ચાલી રહેલા પ્રાઈઝ વોરની વચ્ચે ત્રણેય પ્રમુખ ટેલિકોમ ઓપરેટર્સ યુઝર્સને અનલિમિટેડ કોલિંગ, ડેટા, રોમિંગ જેવા પ્લાન્સ ઓફર કરી રહી છે. તમે  Reliance Jio, Airtel કે Vodafoneના યુઝર્સ છો તમને ઓપરેટર્સની તરફથી દરેક બજેટ રેન્જમાં સારા પ્લાન્સ ઓફર્સ કરવામાં આવી રહ્યા છે. એવામાં આજે અમે તમારા માટે ત્રણ પ્રમુખ ટેલિકોમ કંપનીઓના બેસ્ટ પ્લાન વિશે જણાવવા જઈ રહ્યા છીએ. જેના કારણે તમને સારી વેલિડિટી અનલિમિટેડ કોલિંગની સાથે સાથે ડેટાનો પણ લાભ મળી શકે.

Vodafone

Vodafoneના યુઝર્સને એક વર્ષની વેલિડિટીની સાથે અનલિમિટેડ વોઈસ કોલિંગ અને ડેટાનો ઓફર કરવામાં આવી રહ્યો છે. આ પ્લાનને પાછલા વર્ષે જ લોન્ચ કરવામાં આવ્યો હતો. જ્યાર બાદ રિવાઈઝ પણ કરવામાં આવ્યો છે. Vodafoneના Rs 999ના પ્રીપેડ પ્લાનમાં તમને કોલિંગ, ડાટા અને વેલિડિટીની સાથે સાથે અનલિમિટેડ SMSનો પણ લાભ આપવામાં આવી રહ્યો છે. તેમાં યુઝર્સને કુલ 12GB ડેટાની ઓફર કરવામાં આવી રહી છે. જેનો તમે પૂરી વેલિડિટીમાં ઉપયોગ કરી શકો છો. જો તમે તમારો ડેટા પુરો થઈ જાય તો તમે એડઓન ડેટા પ્લાન્સની સાથે ડેટાનો આનંદ લઈ શકો છો.

Airtel

Airtel પણ Vodafoneની જેમ જ 365 દિવસની વેલિડિટીની સાથે પ્લાન લઈને આવ્યું છે. આ પ્રીપેડ પ્લાનમાં યુઝર્સને અનલિમિટેડ વોયસ કોલિંગની સાથે સાથે 12GB ડેટા પણ ઓફર કરવામાં આવી રહ્યા છે. Airtelનો આ પ્લાન Rs 998ની કિંમતમાં ઉપલબ્ધ છે. આ પ્લાનમાં તમને આખી વેલિડિટી માટે કુલ 300 ફ્રિ નેશનલ અથવા લોકલ SMSનો પણ લાભ મળે છે.

Idea

Idea પણ Rs 999 માં Vodafone અને Airtelની જેમ જ 365 બન્નેની વેલિડિટી વાળો પ્લાન ઓફર કરી રહ્યું છે. આ પ્લાનમાં યુઝર્સને અનલિમિટેડ વોઈસ કોલિંગની સાથે સાથે દરરોજ 100 ફ્રી SMSનો પણ લાભ મળે છે. આ પ્લાનમાં પણ કુલ 12GB ડેટાની ઓફર આપવામાં આવી રહી છે.

Jio

Jioના Rs 999ના પ્લાનની કિંમત વાત કરવામાં આવે તો તેમાં તમને વેલિડિટીના મામલે નિરાશા હાથ લાગી શકે છે. આ પ્લાનમાં ફક્ત 90 દિવસની વેલિડિટીનો લાભ મળે છે. તેમાં તમને અનલિમિડેટ કોલિંગની સાથે જ કુલ 60GB ડેટોનો લાભ મળે છે. તેમાં તમને Jioની કોમ્પ્લિમેન્ટરી એપ્સનો પણ લાભ મળે છે.

Read Also

Related posts

JNU કેસ: દેશદ્રોહની ધારા અંતર્ગત કેસ ચલાવવાની અનુમતી નહી, કોર્ટે દિલ્હી સરકાર પાસે માગ્યો રિપોર્ટ

Bansari

સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત કરવામાં આવેલા મધ્યસ્થીઓ શાહીનબાગ પહોંચ્યા, લોકો સાથે વાતચીતનો કર્યો આદેશ

Arohi

ગાંધીનગરમાં ચાલતા આંદોલન આટોપી લેવા સરકાર બની સજ્જ, અનામત વર્ગની મહિલાઓ ગૃહમંત્રી સાથે કરશે બેઠક

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!