GSTV
Home » News » Movie Review: ‘રાબ્તા’

Movie Review: ‘રાબ્તા’

કૉકટેલ, એજન્ટ વિનોદ, હિન્દી મીડિયમ જેવી કેટલીય સારી ફિલ્મોને પ્રોડ્યુસ કર્યા પછી દિનેશ વિજને આ ફિલ્મથી ડિરેક્શન ફિલ્ડમાં ડેબ્યુ કર્યુ છે. ફિલ્મ સુશાંત સિંહ રાજપૂત અને ક્રિતિ સેનનની લઇને પુનર્જન્મના સંબંધો પર આધારિત લવ સ્ટોરી તૈયાર કરી છે. જેને લઇને કેટલીય કોન્ટ્રોવર્સી પણ થઇ હતી કે સાઉથની ફિલ્મ ‘મગધીરા’ની કૉપી છે. પરંતુ તેની સામે પણ રાબ્તાની જીત થઇ. તો જાણો કેવી છે સુશાંત-ક્રિતિની લવસ્ટોરી….

સ્ટોરી:

ફિલ્મની વાર્તાની શરૂઆત પંજાબથી શરૂ થાય છે જ્યાં શિવ કક્કર(સુશાંત સિંહ રાજપૂત)ની ફેમિલી તેને મૂકવા માટે એરપોર્ટ પર આવે છે કેમકે તેની જોબ બુડાપેસ્ટની બેંકમાં લાગી ગઇ હોય છે. ફ્લર્ટ કરવામાં એક્સપર્ટ શિવ બુડાપેસ્ટ પહોંચતાની સાથે જ ચૉકલેટ સ્ટોર પર સાયરા સિંહ (ક્રિતિ સેનન)ને મળે છે. બન્નેની મુલાકાત દરમિયાન વન નાઇટ સ્ટેન્ડ થઇ જાય છે. આ પછી બન્નેને પ્રેમ થઇ જાય છે. પરંતુ એક દિવસ પાર્ટીમાં બંનેનો સામનો બિઝનેસમેન જાકિર મર્ચન્ટ (જિમ સરભ) સાથે થાય છે. જેનાથી બંનેને ગયા જન્મમાં કોઇ સંબંધ હોય છે. વાર્તા ફ્લેશબેકમાં જાય છે અને જ્યાં એક અલગ જ દુનિયા તેમની સામે આવે છે. રાજા, રાણી લડાઇ બધુ જ થાય છે અને પછી ફરી એક વખત સ્ટોરી ફ્લેશબેકમાંથી પ્રેઝેન્ટ ડેમાં આવી જાય છે શું શિવ-સાયરાની લવ સ્ટોરીની હેપ્પી એન્ડિંગ આવે છે કે નહી તે જાણવા માટે તમારે ફિલ્મ જોવાની રહેશે.

ડિરેક્શન:

ફિલ્મનું ડિરેક્શન, વીએફએક્સ અને એક્શન સીકવન્સનું શૂટિંગ ખૂબ રસપ્રદ છે.પુનર્જન્મ જેવી વાર્તાને સિલ્વર સ્ક્રીન પર બતાવવા માટે દિનેશ એકદમ ફેલ થઇ ગયા છે. ફર્સ્ટ હાફમાં ઓડિયન્સને જકડી રાખે છે. કન્ડ હાફમાં સ્ટોરી વિખેરાઇ જાય છે. ખાસ તો ફ્લેશબેકમાં સ્ટોરી વધુ સારી બનાવી શકાઇ હોત.

એક્ટિંગ:

સુશાંત સિંહ રાજપૂતે પ્રેઝેન્ડ ડે અને ફ્લેશબેકના કેરેક્ટર ઉમદા રીતે કર્યા છે. ક્રિતિ સેનન ફિલ્મમાં ખૂબ જ બ્યુટીફૂલ લાગી રહી છે. સાયરા અને સાહિબા બંને કેટેક્ટરમાં તેને જસ્ટિસ આપ્યો છે. વિલનના રૂપમાં જિમ સરભ ફિટ છે પરંતુ નબળી સ્ક્રિપ્ટ તેના રોલ પર ભારી પડી છે. વરૂણ શર્મા અને રાજકુમાર રાવનુ કામ પણ સારું છે.દીપિકા પાદુકોણ પણ એક ગીતમાં જોવા મળે છે.

મ્યૂઝિક:

રાબ્તાનું મ્યૂઝિક સારું છે. રિલીઝ પહેલાથી ફિલ્મના સોન્ગ્સને ખૂબ જ પસંદ કરવામાં આવી રહ્યા છે. ફિલ્મનું રોમેન્ટિંક સોન્ગ ‘એક વારી’ સૌથી સુપર્બ છે.

ફિલ્મ જોવી કે નહીં:

સુશાંત સિંહ રાજપૂત અને ક્રિતિ સેનનની કેમેસ્ટ્રીને જોવા માટે આ ફિલ્મ જોવી જોઇએ.


GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Facebook | Youtube | Twitter

Related posts

જીત પહેલા ભાજપે બનાવડાવી લડ્ડુ કેક જાણો શા માટે

Mansi Patel

ગુજરાતમાં મોદી લહેર, આ બેઠકો પર ભાજપ આગળ

Bansari

બે વખતના સાંસદ સામે પહેલી લોકસભા લડનારનો મજબુત જનસંપર્ક દમ બતાવી શકશે?

Alpesh karena
Do NOT follow this link or you will be banned from the site!