મહેસૂલ પ્રધાન અને સુરતના પ્રભારી કૌશિક પટેલે સુરતની મુલાકાતે

મહેસૂલ પ્રધાન અને સુરતના પ્રભારી કૌશિક પટેલે સુરતની મુલાકાત લીધી. જ્યાં તેમણે ભાજપના ધારાસભ્યો, સાંસદ સહિત મહાનગરપાલિકાના અધિકારીઓ સાથે કલેક્ટર કચેરીએ જુદી જુદી ત્રણ બેઠકો કરી. જેમાં અગાઉ તાપી શુદ્ધિકરણના મુદ્દે અપાયેલા સૂચનો અને 971 કરોડના ખર્ચ પર ચર્ચા કરી હતી. બાદમાં તેમણે તાપી શુદ્ધિકરણ માટે ચાર મહત્વના આદેશો આપ્યા. તાપી નદી કિનારે રિવર ફ્રન્ટને વિકસાવવામાં આવશે. 10 દિવસ બાદ તાપી શુદ્ધિકરણનું પ્રથમ ચરણનું કામ શરૂ થશે. જે બે મહિનામાં પૂરુ કરવા આદેશ આપ્યા છે. પહેલા ચરણમાં 23 કિલોમીટર લંબાઈમાં કામગીરી શરૂ કરવામાં આવશે. તો ધારાસભ્યો સાથે યોજાયેલી બેઠકમાં ધારાસભ્યોએ વિવિધ પ્રશ્નોને લઈ રજૂઆતો કરી હતી. જેમાં ખાસ કરીને બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં ખેડૂતોના વળતર મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter