કોરોનાની મહામારી વચ્ચે ધીમેધીમે અમેરિકા અને કેનેડામાં સ્ટુડન્ટ વિઝા પર ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા વધી રહી છે. જેના કારણે વિદ્યાર્થીઓ દ્વારા સ્પેશિયલ ફ્લાઇટમાં ફટાફટ બુકીંગ થઇ રહ્યું છે. જેનો ફાયદો એરલાઇન કંપની ઉઠાવી રહી છે. વંદે ભારત મિશન હેઠળ ઓપરેટ થતી એરઇન્ડિયાની સ્પેશિયલ ફલાઇટોના ભાડા આસમાને પહોંચતા વિદેશમાં ભણવા જતા ભારતીય વિદ્યાર્થીઓ અટવાઈ પડ્યા છે.
કેનેડાની મોટાભાગની ફલાઇટો ફુલ છે
અમેરિકા અને કેનેડામાં સ્ટુડન્ટ વિઝા પર જનાર ભારતીય વિદ્યાર્થીઓને હાલમાં જાન્યુઆરી મહિનાની ફલાઇટની લો-ફેરમાં ટિકિટ મળી રહી નથી જેને કારણે તેઓ મુશ્કેલીમાં મુકાયા છે. વંદે ભારત મિશન હેઠળ એર ઇન્ડિયાની જાન્યુઆરી મહિનામાં અમેરિકા અને કેનેડાની મોટાભાગની ફલાઇટો ફુલ છે અમુક તારીખમાં અમુક જ સીટો ખાલી હોવાથી વિદ્યાર્થીઓની મજબુરીનો ફાયદો એરલાઇન કંપની ઉઠાવી રહી છે.
હેલીફેક્સનું ભાડુ 1,48,700
જાન્યુઆરીમાં અમુક તારીખોમાં લિમિટેડ સીટો ઉપલબ્ધ હોવાથી એર ઇન્ડિયાએ અમેરિકા અને કેનેડાના ભાડા 1.50 લાખ સુધી કરી દીધા છે. એરલાઈન કંપનીના સિસ્ટમ પર અમદાવાદથી બોસ્ટનનું 23 જાન્યુઆરીના રોજ 1,45,500 અને 25 જાન્યુઆરી અમદાવાદથી કેનેડા ટોરન્ટોનું 137,500 જયારે હેલીફેક્સનું ભાડુ 1,48,700 બતાવી રહ્યું છે.
વિદ્યાર્થીઓ પાસે વધુ પૈસા પડાવી રહ્યા
આમ એરલાઇન કંપનીઓ બિઝનેસ કલાસની હરોળમાં ઇકોનોમી ક્લાસનું અધધધ ભાડું વસુલ કરી રહી છે. એરલાઇન કંપની પણ તેમના માનીતા ટ્રાવેલ એજન્ટોને લો ફેરમાં સીટો આપી વિદ્યાર્થીઓ પાસે વધુ પૈસા પડાવી રહ્યા છે. ઉંચા ફેરના લીધે વિદ્યાર્થીઓએ ડેટ એક્સચેન્જ કરાવી કેટલાક વિદ્યાર્થીઓને જાન્યુઆરી મહિનામાં અમેરિકા કે કેનેડાના સ્ટુડન્ટ વિઝા આવી ગયા છે જેમને તાત્કાલીક જે તે કોલેજમાં હાજર થવાનું હતું પરંતુ એરલાઇન કંપનીના તોતીંગ ફેરને લઇ ઘણાય વિદ્યાર્થીઓએ કોલેજને મેઇલ દ્વારા મોડા હાજર થવા જાણ કરી છે.
READ ALSO
- Bank Holiday: ફેબ્રુઆરી મહિનામાં આટલા દિવસ બંધ રહેવાની છે બેંકો, આ તારીખો જોઈને કરજો પ્લાનીંગ
- સોમનાથ: ટૂંક સમયમાં શરૂ થઇ શકે છે ટ્રેન, રેલવે વિભાગે શરૂ કરી બુકિંગ માટે ખાસ રાહત વ્યવસ્થા
- સરકાર સફળ/ આખરે ખેડૂત આંદોલનમાં પડી ફૂટ : 2 સંગઠનો થયા આંદોલનથી અલગ, ટિકૈત પર લગાવ્યા આ ગંભીર આરોપ
- ચેતજો/ શું તમે પણ કરી રહ્યા છો ડાયટિંગ? તો પહેલા જાણી લો સાઈડ ઈફેક્ટ, નહીતર થશે મોટુ નુકસાન
- અમદાવાદ: બાપુનગર પોલીસના કથિત વાયરલ વીડિયોને લઈને શરૂ થઇ પોલીસ તપાસ