રાજ્યના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્રારા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના રિપીટર વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર કરી દેવાયું છે. 15.32 ટકા પરિણામ જાહેર થયું છે. વિદ્યાર્થીઓના પરિણામ પર નજર કરીએ તો A ગ્રુપમાં 14.53 ટકા પરિણામ અને B ગ્રુપમાં 12.05 ટકા પરિણામ જાહેર થયું છે. જ્યારે વિધાર્થીનીઓના પરિણામ પર નજર કરીએ તો A ગ્રુપમાં વિધાર્થીનીઓનું પરિણામ 20.84 ટકા પરિણામ અને B ગ્રુપનું પરિણામ 17.89 ટકા પરિણામ જાહેર થયું છે.

અગાઉ ધોરણ-12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થયું હતું
ઉલ્લેખનીય છે કે, કોરોનાકાળમાં રાજ્ય સરકારે માસ પ્રમોશન આપ્યા બાદ થોડાંક દિવસ અગાઉ ધોરણ-12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થઇ ગયું હતું. જો કે આ ઓનલાઈન પરિણામ માત્ર શાળાઓ જ જોઈ શકશે એવી જાહેરાત કરાઇ હતી. જ્યારે વિદ્યાર્થીઓને શાળામાંથી પરિણામ મળશે એવી જાહેરાત કરાઇ હતી. જાહેરાત કરાઇ હતી કે, સ્કૂલો પોતાના ઈન્ડેક્ષ નંબર અને પાસવર્ડ સાથે લોગ ઇન કરીને જ જોઈ શકશે અને તેને ડાઉનલોડ કરી શકશે. બાદમાં શાળાઓમાંથી વિદ્યાર્થીઓને પરિણામની નકલ મળશે.ધો. 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થયું છે જેમાં 691 વિદ્યાર્થીઓને A1 ગ્રેડ તથા 9,455 વિદ્યાર્થીઓને A2 ગ્રેડ પ્રાપ્ત થયો હતો.

ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ

- 691 વિદ્યાર્થીઓને A1 ગ્રેડ મળ્યો
- 9,455 વિદ્યાર્થીઓને A2 ગ્રેડ મળ્યો
- 5,288 વિદ્યાર્થીઓને B1 ગ્રેડ મળ્યો
- 82,010 વિદ્યાર્થીઓને B2 ગ્રેડ મળ્યો
- 1,29,781 વિદ્યાર્થીઓને C1 ગ્રેડ મળ્યો
- 1,08,299 વિદ્યાર્થીઓને C2 ગ્રેડ મળ્યો
- 28,690 વિદ્યાર્થીઓને D ગ્રેડ મળ્યો
- 5,885 વિદ્યાર્થીઓને E1 ગ્રેડ મળ્યો
- 28 વિદ્યાર્થીઓને E2 ગ્રેડ મળ્યો

ઉલ્લેખનીય છે કે, ગુજરાત હાઈકોર્ટમાં ધોરણ 12 કોમર્સમાં એકાઉન્ટ અને આકડાશાસ્ત્રના વિષયમાં ધોરણ 10 ના ગણિતના માર્કસ ધ્યાને લેવા માટે પીટીશન દાખલ થઈ હતી. દાખલ કરવામાં આવેલી આ પીટીશન ગુજરાત હાઈકોર્ટે ફગાવી દીધી છે. હવે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરવાનો માર્ગ બન્યો મોકળો બન્યો હતો.
READ ALSO
- જૂનાગઢ / ગાયત્રી પ્રાથમિક શાળા અચાનક બંધ કરાતા વાલીઓમાં રોષ, RTE હેઠળ પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા
- અયોધ્યામાં ભગવાન રામની નવી મૂર્તિના અભિષેક માટે વડાપ્રધાન મોદીને આમંત્રિત કરવામાં આવશે : ટ્રસ્ટ
- રીક્ષાવાળા ભાઈએ વાપરી સરસ યુક્તિ, ઓટોમાં લગાવી દીધું કુલર
- મહારેલીમાં કેજરીવાલ કેન્દ્રને તેમની બતાવશે શક્તિ, ઘર-ઘર રેલી માટે લોકોને કરવામાં આવશે આમંત્રિત
- Amritsar/ સુવર્ણ મંદિર પાસે બોમ્બ મુકાયાની માહિતી, સમગ્ર પંજાબમાં રેડ એલર્ટ