GSTV
Gujarat Government Advertisement

રિયાના ભાઈ શોવિકની ‘સિક્રેટ ચેટ’ લીક, સુશાંતના કેસને મળી શકે છે નવો વળાંક

Last Updated on September 18, 2020 by Ankita Trada

દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીના ભાઈ શોવિક ચક્રવર્તી અને ડ્રગ ડીલર અનુજ કેશવાણીની એક વોટ્સએપ ચેટ સામે આવી છે. આ ચેટમાં અનુજ અને શોવિક ડ્રગની ડિલિવરી વિશે વાત કરી રહ્યા છે. આ ચેટમાં ડ્રગ્સના ફોટા પણ શેર કરાયા છે. સુશાંત સિંહ રાજપૂત કેસમાં આ ખુલાસાથી ઘણા રહસ્યો બહાર આવી શકે તેમ છે. રિયા ચક્રવર્તીના ભાઈ શોવિક ચક્રવર્તી અને ડ્રગ્સ વેપારી અનુજ કેશવાણીની જે ચેટ સામે આવી છે તે ચેટ મુજબ પહેલા અનુજે ગાંજાનો ફોટો મોકલ્યો, ત્યારબાદ શોવિકે જવાબ આપ્યો કે ‘ઓકે મને અપાવો, જે માલ ડિલીવર થવાનો છે તેની ગુણવત્તા સારી હોવી જોઈએ. અગાઉ જે માલ આવ્યો હતો તે સારો ન હતો.’

સુશાંતની હત્યા અંગેનો એઈમ્સનો રિપોર્ટ

બીજી તરફ સુશાંતસિંહ રાજપૂતે આત્મ હત્યા કરી હતી અથવા હત્યા થઇ હતી. આ સવાલનો જવાબ આવનારા કેટલાક દિવસોમાં મળી જશે, કારણ કે એક તરફ CBIની ટીમના કેટલાક સભ્યો મુંબઇમાં તપાસ બાદ પરત ફર્યા છે, તો બીજી તરફ સુશાંતની હત્યા અંગેનો એઈમ્સનો રિપોર્ટ પણ આવવાનો છે.

શંકાનો અવકાશ રહેશે નહીં

એઈમ્સના ફોરેન્સિક વિભાગના વડા સુધીર ગુપ્તાએ કહ્યું છે કે આ મામલે મેડિકલ બોર્ડની બેઠક અને CBI સાથેની બેઠક બાદ મેડિકલ બોર્ડનો અભિપ્રાય CBIને આપવામાં આવશે, જે મને આશા છે કે તે નિર્ણાયક રહેશે. કોઈ પણ પ્રકારની મૂંઝવણ કે શંકાનો અવકાશ રહેશે નહીં. આ રિપોર્ટ હમણાં શેર નહીં કરી શકાય કારણ કે કેસ કોર્ટમાં છે. આવતા સપ્તાહે ફોરેન્સિક ટીમની તપાસ અને સીબીઆઈ તપાસના પરિણામો સમજવા પડશે. ત્યારબાદ જ અંતિમ મેડિકલ અભિપ્રાય આપી શકાશે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

એલર્ટ / રાજ્યના 4 જળાશયો હાઈઅલર્ટ પર, 12 જિલ્લાઓમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ

Zainul Ansari

રથયાત્રા પૂર્વની કાર્યવાહી / એસઓજીને મળી મોટી સફળતા, દેશી તમંચા, પિસ્તોલ, કારતૂસ સાથે એક શખ્સની ધરપકડ

Zainul Ansari

Maharashtra: કોરોના પછી નવી આપત્તિ! બે પ્રજાતિના ચામાચીડિયામાં મળ્યો નિપાહ વાયરસ

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!