GSTV
India News ટોપ સ્ટોરી

રેવડી કલ્ચર/ દેશના વિવિધ રાજ્યો પર 60 લાખ કરોડનું દેવું, ભાજપ શાસિત રાજ્ય નંબર વન

ચૂંટણી જીતવા માટે રાજકીય પક્ષો મફતમાં વિવિધ લાભો આપવા માટેના વાયદા કરતા હોય છે અને સત્તા પર ટકી રહેવા માટે આ પ્રકારની લ્હાણી પણ કરતા હોય છે. આ મામલો પહેલેથી જ સુપ્રીમ કોર્ટમાં છે અને તેને લઈને દેશમાં ચર્ચા પણ ચાલી રહી છે. પીએમ મોદીએ આ પ્રકારે થતી લ્હાણીઓને રેવડી કલ્ચર નામ આપ્યા બાદ ભાજપ અને વિપક્ષો વચ્ચે તેને લઈને તડાફડી પણ થઈ રહી છે.

વડાપ્રધાન

હવે સુપ્રીમ કોર્ટમાં દાખલ થયેલી એક જાહેર હિતની અરજીમાં દાવો કરવામાં આવ્યો છે કે, રાજ્યો પર 31 માર્ચ,2021ના આંકડા પ્રમાણે લગભગ 60 લાખ કરોડ રૂપિયાનું દેવું છે અને બીજી તરફ રાજયો દ્વારા મફતમાં વિવિધ સુવિધાઓ આપવાની જાહેરાતો કરાઈ રહી છે.

અશ્વિની ઉપાધ્યાયે દાખલ કરેલી પિટિશનમાં કહેવામાં આવ્યું છે કે યુપી અને મહારાષ્ટ્ર પર અનુક્રમે 6.62 લાખ કરોડ રૂપિયા અને 5.36 લાખ કરોડ રૂપિયા દેવું છે. આ બંને રાજ્યો દેવાની રીતે ટોચ પર છે. જ્યારે પંજાબ પર 2.49 લાખ કરોડ રૂપિયાનું દેવું છે. દેવું અને તેની સામે જીડીપીના રેશિયોની રીતે જોવામાં આવે તો પંજાબની સ્થિતિ સૌથી ખરાબ છે.

આ પિટિશનમાં કહેવામાં આવ્યું છે કે, જે રાજકીય પક્ષો ચૂંટણી પ્રચારમાં મફતના વાયદા કરે છે તેમના ચૂંટણી પ્રતિકો પર ચૂંટણી પંચ દ્વારા રોક લગાવવાની ફરજ પાડવામાં આવે અને તેમનું રજિસ્ટ્રેશન પણ રદ કરવામાં આવે. આ પહેલાં પણ કોર્ટે સંકેત આપ્યો હતો કે, મફતના વાયદાઓને રોકવા માટે સુપ્રીમ કોર્ટે સરકારને કેટલાક સૂચન આપી શકે છે.

READ ALSO

Related posts

માનવોને લઈને ઉડનાર ડ્રોન સંપૂર્ણપણે તૈયાર, ટૂંક સમયમાં ભારતીય નૌકાદળમાં થશે સામેલ

Hemal Vegda

ભટારના શાંતિવન મિલ પાસે લિફ્ટ તૂટી પડતા એક વ્યક્તિનું મોત, આઠ કામદારોને પહોંચી ગંભીર ઈજાઓ

pratikshah

ઉત્તરાખંડમાં દિલ્હીના જોઈન્ટ સેક્રેટરીએ સગીર છોકરીની કરી છેડતી, આરોપીની પોલીસે કરી લીધી ધરપકડ

HARSHAD PATEL
GSTV