જો તમે ઈચ્છો છો કે વધુ રિટર્ન આપ્યા સાથે તમારા પૈસા સુરક્ષિત રહે તો રાષ્ટ્રીય પેન્શન યોજના સારો વિકલ્પ હોઈ શકે છે. ખાસ વાત એ છે કે એમાં રિટાયરમેન્ટ પછી તમને નિયમિત આવક પણ મળે છે. બજાર વિશેષજ્ઞોનું કહેવું છે કે ઇકવીટી, પ્રેફરેન્શિયલ શેર અને સરકારી બોન્ડમાં રોકાણ દ્વારા NPAએ એક વર્ષમાં ઘણું સારું રિટર્ન આપ્યું છે.
ગત વર્ષે 12-17% સુધી રિટર્ન આપ્યું

NPS ગ્રાહકોને ઇકવીટી માંથી એક વર્ષમાં લગભગ 12.5થી 17% સુધી રિટર્ન મળ્યું છે. પ્રેફરેન્શિયલ શેરમાં 12-14% લાભ આપ્યો છે. જયારે સરકારી બોન્ડમાં રોકાણ દ્વારા NPS ગ્રાહકોએ 10-15% સુધી રિટર્ન મેળવ્યું હતું.
PFRDની નજરના કારણે સુરક્ષિત છે તમારા નાણા
જ્યાં સુધી સુરક્ષાની વાત આવે છે તો NPSને પેન્શન ફંડ નિયામક અને વિકાસ પ્રાધિકરણ(PFRD)ની નજરમાં ચલાવવામાં આવે છે. આ કારણે તમારા નાણા સુરક્ષિત છે એમાં મેચ્યોરિરી(60 વર્ષ) પછી 60% પૈસા ઉપાડી શકો છો. એના પર ટેક્સ પણ નહિ લાગે.
રિટાયરમેન્ટ નજીક આવતા વધી જાય છે સુરક્ષા
રિટાયરમેન્ટ જેમ જેમ નજીક આવે છે, તમારા પૈસાની સુરક્ષા વધતી જાય છે કારણ કે સરકાર બોન્ડમાં રોકાણનો ભાગ વધી જાય છે. રિટાયરમેન્ટના સમયે તમારું કુલ રોકાણ સુરક્ષિત થઇ જાય છે.
ઉમર/રોકાણ | ઇકવીટી ભાગ | પ્રેફરેન્શિયલ શેર | સરકારી બોન્ડ |
35 વર્ષ | 75% | 10% | 15% |
40 વર્ષ | 55% | 15% | 30% |
45 વર્ષ | 35% | 20% | 45% |
50 વર્ષ | 20% | 20% | 60% |
55 વર્ષ | 15% | 10% | 75% |
ટેક્સ છૂટનો લાભ
NPSમાં ગ્રાહકોને ટેક્સની છૂટની સુવિધા મળે છે. એમાં આવકવેરા કાનૂનની ધારા સેક્શન 80સી હેઠળ 1.5 લાખ રૂપિયાથી અલગ 50,000 રૂપિયાની વધુ છૂટ લઇ શકે છે. આ હેઠળ NPSમાં નિવેશ કરી તમે આવકવેરામાં 2 લાખ રૂપિયાની છૂટનો ફાયદો ઉઠાવી શકે છે.
યોજનામાં ખામીઓ પણ છે

લાંબી લોકઈન અવધિ
NPSમાં જો તમે 35 વર્ષની ઉંમરમાં નિવેશ કરો છો તો એને 25 વર્ષ સુધી ઉપાડી નહિ શકો. જો કે કેટલીક પરિસ્થિતોમાં જેમકે બાળકનો ઉચ્ચ અભ્યાસ તેમજ લગ્ન, કોરોના મહામારીના ઈલાજ માટે કુલ રોકાણના માત્ર 25% સુધી ઉપાડી શકો.
નહિ મળે ટેક્સની છૂટ

જો રોકાણકાર રિટાયરમેન્ટની ઉમર 60 વર્ષ સુધી પહોંચી જાય છે તો એને કુલ ફંડ 40% ઓછા ફાયદા વાળી યોજનામાં રોકાણ કરવું પડશે, જેના પર ટેક્સ છૂટ નહિ મળે. જો તમે રિટાયરમેન્ટ ઉંમર પહેલા ઉપાડ કરો છો તો 80% ફંડનો ઉપયોગ એન્યુટી ખરીદવામાં કરવું પડશે. આ પણ ટેક્સના દાયરામાં આવશે.
રિટાયરમેન્ટ પ્લાનના સારા વિકલ્પ
NSP રિટાયરમેન્ટ પ્લાન્ટ માટે સારા વિકલ્પ છે. રોકાણ સલાહકાર મનોજ જૈન જણાવે છે કે, એનાથી તમને પૈસાની સુરક્ષા સાથે સારું રિટર્ન પણ મળે છે. હવે તો આમાં અલગ અલગ નોમિનીનો પણ વિકલ્પ છે. એટલે એનપીએસ ટીયર-1 અને ટીયર-2 માટે અલગ અલગ નોમિની બનાવી શકો છો.
Read Also
- સગીરાને કોલગર્લ દર્શાવી સોશિયલ મિડિયા પર ‘rate 2500 call me’ લખનાર મહિલાની ધરપકડ, આરોપી હતી પિતાની ફ્રેન્ડ
- કોરોનાના વધતા કેસોને લઇ રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય, રાત્રિ કરફ્યુનો સમય લંબાવાયો
- કાંધલ જાડેજા પહોંચ્યા SP ઓફિસ, સોશિયલ મીડિયા દ્વારા એક શખ્સે અભદ્ર ટિપ્પણી કરતા મામલો બિચક્યો
- નવસારી GIDC માં આવેલી કંપનીમાં લાગી ભીષણ આગ, ફાયર ફાઇટરની ટીમો ઘટનાસ્થળે
- ગુણકારી લીમડો: મીઠો લીમડો સ્વાદની સાથે સાથે આ રીતે પણ કામમાં આવશે, તેના આ ફાયદા તમે ક્યાંય નહીં જોયા હોય