GSTV

ધોની એકમાત્ર એવાં કેપ્ટન છે જેણે ICCની ત્રણ મોટી ટ્રોફી જીતી,વાંચો તેની ક્રિકેટની કારકિર્દીની સફર

ભારતને 2-2 વર્લ્ડકપ જીતાડનારા પૂર્વ કેપ્ટન અને અનુભવી વિકેટકીપર બેટ્સમેન 39 વર્ષનાં મહેન્દ્રસિંહ ધોનીએ ઈન્ટરનેશનલ ક્રિકેટને અલવિદા કહી દીધુ છે. તેણે શનિવારે 16 વર્ષનાં લાંબા આંતરરાષ્ટ્રીય કરિયરને વિરામ આપ્યો છે. ધોનીએ ડિસેમ્બર 2004માં બાંગ્લાદેશની સામે વનડે રમીને ઈન્ટરનેશનલ ક્રિકેટમાં પદાર્પણ કર્યુ હતુ. જોકે, એમએસ ધોની આઈપીએલ રમતા રહેશે. એવામાં તેમના ચાહકો IPLમાં ધોનીને રમતા જોઈ શકે છે.

મહેન્દ્ર સિંહ ધોની ટેસ્ટ ક્રિકેટમાંથી પહેલાંથી જ સંન્યાસ લઈ ચૂક્યા છે. ધોનીએ ભારત માટે પોતાની છેલ્લી ટેસ્ટ મેચ ડિસેમ્બર 2014માં ઓસ્ટ્રેલિયાની સામે મેલબર્નમાં રમી હતી. તેના સિવાય ધોનીએ પોતાની છેલ્લી ટી-20 ઈન્ટરનેશનલ મેચ ફેબ્રુઆરી 2019માં ઓસ્ટ્રેલિયાની સામે બેંગ્લોરમાં રમી હતી. જ્યારે વર્લ્ડકપ સેમીફાઈનલ (9-10 જૂલાઈ 2019) તેની છેલ્લી વન ડે ઈન્ટરનેશનલ હતી.

7 જુલાઈ 1981 ના રોજ જન્મેલા મહેન્દ્રસિંહ ધોનીની બેટિંગમાં તેની વધતી ઉંમરની અસર દેખાવા માંડી હતી. તેની ધીમી બેટિંગ માટે ધોનીને તેની બેટિંગ માટે સતત આલોચનાઓના શિકાર થવું પડતું હતુ. વર્લ્ડ કપ પછી ટીમ ઈન્ડિયા વેસ્ટ ઇન્ડીઝના પ્રવાસ પર ગઈ હતી, પરંતુ ધોનીએ આ સમયગાળા દરમિયાન ટેરિટોરિયલ આર્મી યુનિટ સાથે કાશ્મીરમાં 15 દિવસ વિતાવ્યા હતા. તેઓ 31 જુલાઈથી 15 ઓગસ્ટ દરમિયાન કાશ્મીરમાં પોસ્ટ હતા.

ધોની

વર્લ્ડ કપ -2019 માં મહેન્દ્રસિંહ ધોનીની સુસ્ત બેટીંગ ટીકાકારોનું લક્ષ્ય હતું. વર્લ્ડ કપ 2019 માં રમાયેલી 9 મેચની 8 ઇનિંગમાં ધોનીએ 45.50 ની સરેરાશથી 273 રન બનાવ્યા, જેમાં 2 અર્ધસદીનો સમાવેશ થાય છે. આ દરમિયાન ધોનીને તેની ધીમી બેટિંગ માટે ટીકાઓનો પણ સામનો કરવો પડ્યો.

ધોની વિશ્વ ક્રિકેટમાં એકમાત્ર એવાં કેપ્ટન છે, જેમણે આઈસીસીની ત્રણ મોટી ટ્રોફી જીતી છે. ધોનીની કેપ્ટનશીપ હેઠળ ટીમ ઈન્ડિયાએ આઈસીસી વર્લ્ડ ટી 20 (2007), ક્રિકેટ વર્લ્ડ કપ (2011) અને આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી (2013) જીતી લીધી હતી. આ સિવાય 2009માં પ્રથમ વખત ભારત ટેસ્ટમાં નંબર -1 બન્યું હતું.

કેપ્ટન ધોનીની ઉપલબ્ધિઓ

  • 1 ક્રિકેટ વર્લ્ડ કપ (2011)
  • 1 ટી 20 વર્લ્ડ કપ (2007)
  • 1 ચેમ્પિયન્સ ટ્રોફી (2013)
  • 3 આઈપીએલ ટાઇટલ (2010, 2011, 2018)
  • 2 ચેમ્પિયન્સ લીગ ટી 20 ટાઇટલ (2010, 2014)

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રદર્શન

  • 10,773 વનડે રન, વિકેટ પાછળ444 શિકાર
  • 4,876 ટેસ્ટ રન,  વિકેટ પાછળ 294 શિકાર
  • 1,617 ટી 20 આંતરરાષ્ટ્રીય રન, વિકેટ પાછળ 91 વિકેટ

વન ડે ઈન્ટરનેશનલમાં પ્રદર્શન

મહેન્દ્રસિંહ ધોનીએ ભારત તરફથી 350 વનડે(ODI)માં 5૦.57 ની સરેરાશથી 10773 રન બનાવ્યા છે, જેમાં 10 સદી અને 73 અર્ધ-સદીનો સમાવેશ છે. આ દરમિયાન તેનો શ્રેષ્ઠ સ્કોર અણનમ 183 રન રહ્યો હતો. ધોનીની વનડેમાં 1 વિકેટ છે અને તેનું શ્રેષ્ઠ પ્રદર્શન 14 રનમાં 1 વિકેટ છે.

ટેસ્ટ મેચોમાં પ્રદર્શન

મહેન્દ્ર સિંહ ધોનીએ ભારત માટે 90 ટેસ્ટમાં 38.09 ની સરેરાશથી 4876 રન બનાવ્યા છે, જેમાં 6 સદી અને 33 અડધી સદીનો સમાવેશ છે. આ સમય દરમિયાન, તેનો શ્રેષ્ઠ સ્કોર 224 રન હતો.

ટી-20 આંતરરાષ્ટ્રીયમાં પ્રદર્શન

મહેન્દ્રસિંહ ધોનીએ ભારત માટે 98 ટી -20 આંતરરાષ્ટ્રીય મેચોમાં 37.60 ની સરેરાશથી 1617 રન બનાવ્યા છે, જેમાં 2 અર્ધસદીનો સમાવેશ છે. આ દરમિયાન તેનો શ્રેષ્ઠ સ્કોર 56 રન હતો.

આઇપીએલમાં પ્રદર્શન

મહેન્દ્રસિંહ ધોનીએ 190 આઈપીએલ મેચોમાં 42.21 ની સરેરાશથી 4432 રન બનાવ્યા છે, જેમાં 23 અર્ધસદીનો સમાવેશ છે. આ દરમિયાન તેનો સર્વોત્તમ સ્કોર 84 રન હતો.

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સફર

ભારતમાં, જ્યાં ક્રિકેટરોએ ટોચના સ્તર સુધી પહોંચવા માટે પોતાનું જીવન ખર્ચવું પડે છે, ત્યાં ધોનીની પ્રતિભા જુદી હતી. જુનિયર ક્રિકેટથી બિહાર ક્રિકેટ ટીમ, ઝારખંડની ક્રિકેટ ટીમથી ઈન્ડિયા એ ટીમ અને ત્યાંથી ભારતીય ટીમ સુધીની તેમની યાત્રા માત્ર 5-6 વર્ષમાં પૂરી થઈ. તેણે જુનિયર ક્રિકેટની શરૂઆત 1998માં કરી હતી અને 23 ડિસેમ્બર 2004ના રોજ તેણે બાંગ્લાદેશ સામે વનડે દ્વારા આંતરરાષ્ટ્રીય કારકીર્દિની શરૂઆત કરી હતી.

બાંગ્લાદેશ સામેની તેની પહેલી સિરીઝમાં ધોની ઘણું બધુ કરી શક્યો ન હતો, પરંતુ તેની પછીની શ્રેણીમાં વિશાખાપટ્ટનમમાં પાકિસ્તાન સામેની પાંચમી વનડે મેચમાં 123 બોલ પર 148 રનોની ઈનિંગ રમીને આ ખેલાડીને સૌના મોઢે એક સવાલ છોડી દીધો હતોકે, આ લાંબા વાળવાળો છોકરો, ધોની કોણ છે?

મહેન્દ્રસિંહ ધોનીએ વર્ષ 2008માં ભારતીય ટીમની કેપ્ટનશીપ સંભાળી હતી. જ્યારે ધોનીએ ટીમની કેપ્ટનશીપ સંભાળી ત્યારે તેની પાસે ઘણા પડકારો હતા. જેમ કે યુવાનોને તકો આપવી અને ભવિષ્ય માટે ટીમ બનાવવી. તે તમામ પડકારોનો સામનો કરીને ધોનીએ ભારતીય ટીમને ઘણી ઐતિહાસિક ક્ષણો આપી હતી. ધોનીની કપ્તાની હેઠળ ભારતે પ્રથમ વખત ટેસ્ટમાં નંબર વન બનવાનો સ્વાદ ચાખ્યો હતો.

ધોનીની કેપ્ટનશીપ હેઠળ ભારતે આઈસીસી વર્લ્ડ ટી 20 (2007), ક્રિકેટ વર્લ્ડ કપ (2011) અને આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી (2013) જીતી લીધી છે. આ સિવાય વર્ષ 2009 માં ભારત પ્રથમ વખત ટેસ્ટમાં પ્રથમ ક્રમે બન્યું હતું. ડિસેમ્બર 2014 માં, ધોનીએ ટેસ્ટ ક્રિકેટમાંથી અચાનક નિવૃત્તિ લેવાની જાહેરાત કરી હતી. 2017 ની શરૂઆતમાં ધોનીએ તે જ શૈલીમાં વનડે અને ટી 20 ની કેપ્ટનશીપને અલવિદા કહી દીધી, જેના માટે તે જાણીતું છે.

READ ALSO

Related posts

કોરોના વેક્સીન પહેલા અનોખો જીવ મળી આવ્યો, વાયરસને પણ ગળી જવાની છે તાકત

Dilip Patel

હાર્દિક પટેલને મોટો ઝટકો : ગુજરાત બહાર જવાની અરજીમાં સેશન્સ કોર્ટે લીધો આ નિર્ણય, 3 મહિના માટે માગી હતી આ પરમીશન

pratik shah

કૌભાંડ/ આરોગ્ય વિભાગનું મોટું કૌભાંડ, લાયસન્સ રદ્દ થયેલી ફાર્મસી પાસેથી ઔષધોની ખરીદી કરી હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!