GSTV

જુલાઈમાં શાકભાજી દાળ સહિતની ખાદ્ય વસ્તુઓ મોંઘા થતા રિટેલ ફુગાવો વટાવી ગયો 4%ની સપાટી, વધીને 6.93% થયો

જુલાઇ મહિનામાં શાકભાજી, દાળ, માંસ , માછલી સહિતની ખાદ્ય વસ્તુઓના ભાવ વધવાને કારણે રીટેલ ફુગાવો વધીને 6.93 ટકા થયો છે. ઉલ્લેખનીય છે કે જુલાઇ, 2019માં કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ (સીપીઆઇ) આધારિત ફુગાવો 3.15 ટકા રહ્યો હતો.

ફુગાવો

જૂનમાં ફુગાવો રિવાઇઝ કરીને 6.09% કરાયો હતો

નેશનલ સ્ટેટિસ્ટિક્સ ઓફિસ(એનએસઓ) દ્વારા જારી કરાયેલા આંકડા અનુસાર જૂનનો ફુગાવો 6.09 ટકાથી રિવાઇઝ કરીને 6.23 ટકા કરવામાં આવ્યો છે. રિઝ્રવ બેંક ઓફ ઇન્ડિયાએ સરકારને કન્ઝયુમર પ્રાઇસ ઇન્ડેક્સ આધારિત ફુગાવો 4 ટકા કે તેથી નીચે રાખવાના નિર્દેશ આપ્યા છે. આમ છતાં, 2019થી રિટેલ ફુગાવો ચાર ટકાથી વધારે રહ્યો છે.

જુલાઇમાં ગ્રામીણ ફુગાવો 7.04 % જ્યારે શહેરી ફુગાવો 6.84 %

ઉલ્લેખનીય છે કે ગયા સપ્તાહમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ ફુગાવો અંકુશમાં રાખવા માટે વ્યાજ દરોમાં કોઇ ફેરફાર કર્યો ન હતો. આરબીઆઇ નાણાકીય નીતિની સમીક્ષામાં વ્યાજ દર નક્કી કરતી વખતે રિટેલ ફુગાવાને પણ ધ્યાનમાં લે છે. એનએસઓના આંકડા અનુસાર જુલાઇમાં ગ્રામીણ ભારતમાં ફુગાવો 7.04 ટકા જ્યારે શહેરી ભારતમાં ફુગાવો 6.84 ટકા રહ્યો હતો.

ખાદ્યાન્ન વસ્તુઓમાં વાર્ષિક ફુગાવો 9.62 ટકા

ગયા વર્ષના જુલાઇની સરખામણીમાં ચાલુ વર્ષના જુલાઇમાં માંસ અને માછલીના ભાવમાં 18.81 ટકાનો વધારો થયો છે. એનએસઓના આંકડા અનુસાર ખાદ્યાન્ન વસ્તુઓમાં વાર્ષિક ફુગાવો 9.62 ટકા રહ્યો છે. અિધકારીના જણાવ્યા અનુસાર જુલાઇ, 2020નો ફુગાવો નક્કી કરવા માટે એનએસઓએ 1054 શહેરી બજારો અને 1089 ગ્રામીણ બજારોમાંથી આંકડા એકત્ર કર્યા હતાં.

MUST READ:

Related posts

મોટા સમાચાર/ મોદી સરકારનો આ પ્લાન સફળ રહ્યો તો ભારત બની જશે આત્મનિર્ભર, 24 સેક્ટરમાં સરકાર બદલી રહી છે નિયમો

Karan

કામના સમાચાર/ ગુજરાતના કૃષિમંત્રીએ વિપક્ષના વિરોધ વચ્ચે રાહતની ડેડલાઈન પણ કરી દીધી જાહેર, ખેડૂતોની સુધરી જશે દિવાળી

Nilesh Jethva

બાળકોનાં સારા ભવિષ્ય માટે આ 3 સરકારી યોજનાઓમાં કરો રોકાણ, પૈસાથી ભરેલું રહેશે ખિસ્સું

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!