લોકડાઉન દરમિયાન મોંઘવારીએ ફરી માથુ ઉચકતા લોકોની મુશ્કેલી વધી ગઇ છે. સરકાર દ્વારા સોમવારે જાહેર કરાયેલા આંકડા મુજબ જૂન મહિનામાં દેશમાં ગ્રાહક ભાવાંક એટલે કે રિટેલ ઇનફ્લેશનમાં 6.09 ટકાનો વધારો થયો છે.
સપ્લાય ચેન ન હોવાથી ખાદ્યચીજોમાં ભાવ વધ્યા
આ આંકડા આંકડાકીય અને યોજના અમલીકરણ વિભાગ દ્વારા જાહેર કરાયા છે. લોકડાઉનના લીધે બજારમાં પુરતા પ્રમાણમાં સપ્લાય ન થવાથી તેમજ માંગ વધતા ખાદ્યતેલ, કઠોળ-અનાજ, શાકભાજી સહિતની ખાદ્યચીજોના ભાવ ઘણા વધી ગયા છે. જેના લીધે મોંઘવારી દર વધ્યો છે.
સરકાર દ્વારા અગાઉ એપ્રિલ અને મે મહિનાના રિટેલ મોંઘવારી દરના આંકડા જાહેર કરવામાં આવ્યા ન હતા. જો કે સરકારે એપ્રિલમાં માર્ચ મહિના માટેનો કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ અગાઉના 5.91 ટકાથી સુધારીને 5.84 ટકા કર્યો છે.
READ ALSO
- બમ્પર વળતર/ પીએમ મોદીએ પણ 8.43 લાખ રૂપિયાનું રોકાણ કર્યું છે એ યોજનામાં કરો રોકાણ, પોસ્ટઓફિસની છે આ ઉત્તમ યોજના
- સિંઘુ બોર્ડર પર ખેડૂત આંદોલનના વિરોધમાં ઉતર્યા ગામડાના લોકો, હાઇવે ખાલી કરવાની માંગ
- રાજકોટ/ ઈ-મેમોની કનડગતનો વિવાદ ઉગ્ર બન્યો, વકીલોએ સીએમ અને પીએને કરી રજુઆત
- ‘કોરોના મુક્ત ભારત’ તરફ આગેકૂચ: 147 જિલ્લાઓમાં છેલ્લા 7 દિવસમાં નથી આવ્યો એકપણ કેસ, ખુશ કરી દેનારા આંકડા
- અગત્યનું/ દર મહિને 3800 રૂપિયા ભથ્થું આપી રહી છે મોદી સરકાર: શું તમને મળ્યા, આ સમાચાર મામલે થયો મોટો ખુલાસો