છેલ્લા ત્રણ માસમાં ઉચ્ચતમ સ્તરે પહોંચ્યો મોંઘવારી દર, ઔદ્યોગીક ઉત્પાદન ઘટ્યું

ફેબ્રુઆરી મહિનામાં ફરી એક વખત મોઘવારી દરમાં વધારો થયો છે. જો કે આ વખતે મોઘવારી છેલ્લા ત્રણ માસનાં સમયગાળામાં ઉચ્ચત્તમ સ્તર પર પહોંચી છે. આ સાથે જ ઔદ્યોગીક ઉત્પાદન દરમાં ઘટાડો નોંધાયો છે.ફેબ્રુઆરી મહિનામાં ફુગાવો વધીને 2.57 ટકા પર પહોંચ્યો છે. જો કે જાન્યુઆરીમાં ફુગાવાનો દર 1.97 ટકા હતો. આ સાથે જ જાન્યુઆરીમાં ઔદ્યોગીક ઉત્પાદન વૃદ્ધિ દર ઘટીને 1.7 ટકા થયો હતો. એક વર્ષ પહેલા આ જ મહિનામાં ઔદ્યોગીક ઉત્પાદન વૃદ્ધિ દર 7.5 ટકા હતો.

નવેમ્બરથી અત્યાર સુધી આ જ સ્થિતી

ડિસેમ્બર મહિનાની સરખામણીમાં છૂટક ફુગાવો ડિસેમ્બરથી અત્યાર સુધીનો સૌથી નીચલા સ્તર પર રહ્યો છે.  સરકાર દ્વારા જાહેર કરાયેલા આંકડા પ્રમાણે જાન્યુઆરીમાં છૂટક ફુગાવો 2.05 ટકા હતો. જ્યારે ડિસેમ્બરમાં 2.19 ટકા સુધી રહ્યો હતો. નવેમ્બર મહિનામાં  છુટક ફુગાવો 2.33 ટકા સુધી રહ્યો હતો. જ્યારે આઈઆઈપી 2.4 ટકા રહ્યો હતો.

જથ્થાબંધ ફુગાવોમાં થયો ઘટાડો

હોલસેલ ભાવ ઇન્ડેક્ષ આધારિત ફુગાવો ડિસેમ્બર મહિનામાં સૌથી નીચલા સ્તરે પહોંચીને 3.80 ટકા સુધી રહ્યો હતો. આના કારણે, ઇંધણ અને ખાદ્ય ઉત્પાદનોના ભાવ ઘટશે. નવેમ્બરમાં જથ્થાબંધ ફુગાવો 4.64 ટકા હતો, જ્યારે ડિસેમ્બર 2017 માં તે 3.58 ટકા હતો.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter