GSTV
Home » News » અર્થવ્યવસ્થાને લાગ્યો બેવડો ફટકો, મોંઘવારી વધી અને ફેક્ટરીઓમાં ઉત્પાદન ઘટ્યું

અર્થવ્યવસ્થાને લાગ્યો બેવડો ફટકો, મોંઘવારી વધી અને ફેક્ટરીઓમાં ઉત્પાદન ઘટ્યું

હમણા થોડા દિવસમાં તો એવું લાગી રહ્યું હતું કે, અર્થવ્યવસ્થામાં આવેલી સુસ્તીમાંથી બહાર નિકળી શકાશે, પણ બુધવારે મોંઘવારી અને ઔદ્યોગિક ઉત્પાદનના આંકડાથી ફરી એક વાર સરકારની ચિંતા વધી છે. ખાવા-પીવાની વસ્તુ મોંઘી થતાં મોંઘવારી દર 7.59 ટકા પર પહોંચી ગઈ છે. સરકારી આંકડાઓ અનુસાર જોઈએ તો, ડિસેમ્બરમાં મોંઘવારી દર 7.35 ટકા રહ્યો છે. ગત વર્ષે જાન્યુઆરીમાં આ આંકડો 1.97 ટકા હતો. જાન્યુઆરી 2019માં મોંઘવારી દર 2.05 ટકા રહ્યો હતો. જાન્યુઆરીમાં મોંઘવારી દર ભારતીય રિઝર્વ બેંકના 4 ટકાના લક્ષ્યાંક કરતા ઘણો ઉપર રહ્યો હતો.

તો વળી ડિસેમ્બરમાં પણ ઉદ્યોગોમાં ઘટાડો નોંધાયો છે. ઔદ્યોગિક ઉત્પાદનના વૃદ્ધિદરમાં ડિસેમ્બરમાં 0.3 ટકાથી ઘટીને 2.5 ટકા રહ્યો. મેન્યુફૈક્ચરિંગ સેક્ટરમાં ઉત્પાદન ઘટવાથી આ ઘટાડો નોંધાયો છે.

વિજળી ઉત્પાદન ઘટીને 0.1 ટકા રહ્યો, જ્યારે ડિસેમ્બર 2018માં 4.5 ટકાનો વધારો નોંધાયો હતો. ખનન ક્ષેત્ર ઉત્પાદનમાં 5.4 ટકાનો વધારો નોંધાયો, જ્યારે આ અગાઉ તેમાં 1 ટકાનો ઘટાડો નોંધાયો હતો. ચાલૂ નાણાકીય વર્ષ એપ્રિલ-ડિસેમ્બરમાં આઈઆઈપી ગ્રોથ ઘટીને 0.5 ટકા રહ્યો, જે નાણાકીય વર્ષ 2018-19માં 4.7 ટકા હતો.

READ ALSO

Related posts

દક્ષિણ કોરિયાએ કોરોનાના 70 નવા કેસોની કરી પુષ્ટી, આંકડો 763એ પહોંચ્યો

Arohi

વિશ્વમાં ભારતની ઈમેજ ખરડાશે : ટ્રમ્પની હાજરી સમયે હિંસા બેકાબૂ : 7નાં મોત, 56 ઘાયલ

Arohi

એરઈન્ડિયાને ખરીદવા હવે ગુજરાતી બિઝનેસમેનને રસ : કરોડો રૂપિયાની લગાવશે બોલી

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!