GSTV
Business ટોપ સ્ટોરી

રાહત/ ફુગાવો ઘટીને પાંચ મહિનાની નીચી સપાટીએ, જુલાઈમાં છૂટક મોંઘવારી દર ઘટીને 6.71% થયો

મોંઘવારી અંગે સારા સમાચાર આવ્યા છે. જુલાઈમાં રીટેલ ફુગાવો ઘટીને ૬.૭૧ ટકા થઇ ગયો છે. છેલ્લા પાંચ મહિનામાં આ સૌથી ઓછો ફુગાવો છે. જો કે સતત સાતમા મહિને રીટેલ ફુગાવો આરબીઆઇના ૬ ટકાના નિર્ધારત લક્ષ્યાંકથી વધારે છે. જૂનમાં ઔદ્યોગિક ઉત્પાદનમાં ૧૨.૩ ટકાની વૃદ્ધિ જોવા મળી છે. સળંગ બીજા મહિને ઔદ્યોગિક ઉત્પાદનમાં વૃદ્ધિ ડબલ ડિજિટમાં જોવા મળી છે.

જુલાઈમાં ભારતની નિકાસ ૨.૧૪ ટકા ૨.૧૪ ટકા વધીને ૩૬.૨૭ અબજ ડોલર રહી છે. જુલાઇમાં આયાત ૪૩.૬૧ ટકા વધીને ૬૬.૨૭ અબજ ડોલર રહી છે. વેપાર ખાધ ત્રણ ગણી વધીને ૩૦ અબજ ડોલર થઇ ગઇ છે. આયાતમાં ૪૩.૬૧ ટકાનો વધારો જુલાઇ, ૨૦૨૧ની  સરખામણીમાં થયો છે. જુલાઇ, ૨૦૨૧માં વેપાર ખાધ ૧૦.૬૩ અબજ ડોલર હતી.

સરકાર દ્વારા જારી કરવામાં આવેલા આંકડા અનુસાર જૂન, ૨૦૨૨માં રીટેલ ફુગાવો ૭.૦૧ ટકા હતો. જ્યારે જુલાઈ, ૨૦૨૧માં રીટેલ ફુગાવો ૫.૫૯ ટકા હતો.

જુલાઈમાં ખાદ્ય ફુગાવો ઘટીને ૬.૭૫ ટકા રહ્યો છે. જ્યારે જૂનમાં ખાદ્ય ફુગાવો ૭.૭૫ ટકા હતો. જો કે રીટેલ ફુગાવો હજુ પણ આરબીઆઇના નિર્ધારિત લક્ષ્યાંક ૬ ટકાથી વધારે છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા સાત મહિનાથી રીટેલ ફુગાવો ૬ ટકાથી વધારે છે.

ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રણ  મહિના ફુગાવો સાત ટકાથી વધારે રહ્યો છે. ચાલુ વર્ષે માર્ચમાં રીટેલ ફુગાવો ૬.૯૫ ટકા હતો. જે વધીને એપ્રિલમાં ૭.૭૯ ટકા થઇ ગયો હતો.

ઉલ્લેખનીય છે કે મે, ૨૦૨૨માં ઓદ્યોગિક ઉત્પાદનમાં ૧૯.૬ ટકાની વૃદ્ધિ જોવા મળી હતી. એપ્રિલ, ૨૦૨૨માં આ વૃદ્ધિ ૬.૭ ટકા હતી.

જૂન, ૨૦૨૧માં ઇન્ડેક્સ ઓફ ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન (આઇઆઇપી) આધારિત ઔદ્યોગિક ઉત્પાદનમાં ૧૩.૮ ટકાની વૃદ્ધિ જોવા મળી હતી. જૂન, ૨૦૨૨માં મેન્યુફેકચરિંગ સેક્ટરમાં ૧૨.૫ ટકાની વૃદ્ધિ જોવા મળી છે. પાવર સેક્ટરમાં ૧૬.૪ ટકાની વૃદ્ધિ જોવા મળી છે. જ્યારે માઇનિંગ સેક્ટરમાં ૭.૫ ટકાની વૃદ્ધિ જોવા મળી છે.

READ ALSO

Related posts

મુંબઇમાં રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલને ઉડાવી દેવાની ધમકી, લેન્ડલાઈન નંબર પર આવ્યો કોલ

Hemal Vegda

તેલંગાણા સીએમ કેસીઆરે તેલંગાણા રાષ્ટ્ર સમિતિને બનાવી દીધી ભારત રાષ્ટ્ર સમિતિ, રાષ્ટ્રીય રાજનીતિમાં પ્રવેશનો તખ્તો તૈયાર

HARSHAD PATEL

PM મોદીના શાંતિ આહ્વાન બાદ ઝેલેન્સકી પુતિન સાથે વાતચીત નહીં કરે, શાંતિ પ્રયાસોમાં યોગદાન આપવા માટે ભારતની તૈયારી

pratikshah
GSTV