GSTV
Home » News » જૂનમાં રિટેલ મોંઘવારી દર 8 માસની ટોચે, રિઝર્વ બેન્ક માટે વ્યાજદર ઘટાડવા મુશ્કેલ

જૂનમાં રિટેલ મોંઘવારી દર 8 માસની ટોચે, રિઝર્વ બેન્ક માટે વ્યાજદર ઘટાડવા મુશ્કેલ

જૂન મહિનામાં મોઁઘવારી દરમાં મામુલી વધારો થયો છે. છૂટક મોંઘવારી દર 3.05 ટકાથી વધીને 3.18 ટકા નોંધાયો છે. સીએસઓએ રજૂ કરેલા આંકડા પ્રમાણે જૂનમાં ખાદ્ય ચીજોના ભાવમાં 2.1 ટકાનો વધારો નોંધાયો છે. અનાજના ભાવમાં 1.3 ટકાનો વધારો નોઁધાયો છે. મહત્વનું છે કે આરબીઆઈએ છૂટક મોંઘવારી દર 4 ટકા આસપાસ રહેવાનું અનુમાન વ્યક્ત કર્યુ છે. ફાયનાન્સ સેક્રેટરી સુભાષ ચંદ્ર ગર્ગના મતે નાણાંકિય વર્ષ 2019-20નાં પ્રથમ ત્રિમાસિકગાળા દરમ્યાન મોંઘવારી દરમાં નરમાશ રહેશે. મોંઘવારી દર ઘટતા આરબીઆઈ વ્યાજદરમાં ઘટાડો કરે તેવી સંભાવના વધી જાય છે.

સેન્ટ્રલ સ્ટેટિસ્ટીક્સ ઓફિસ (CSO) દ્વારા આજે જાહેર કરાયેલા મોંઘવારીના આંકડા મુજબ જૂન મહિનામાં ફૂડ ઇન્ફ્લેશન 2.17 ટકા રહ્યો છે જે તેની અગાઉના મહિને 1.83 ટકા હતો. પ્રોટિનના અગ્રણી સ્ત્રોત એવી ખાદ્યચીજો, ઇંડા-મીટના ભાવ વધ્યાં છે. જો કે શાકભાજી અને ફળના ભાવવૃદ્ધિનો દર નીચો રહ્યો છે જે મે મહિનાના 5.46 ટકાથી ઘટીને જૂન મહિનામાં 4.66 ટકા રહ્યો છે.

તેવી જ રીતે અનાજના ભાવમાં મોંઘવારી દર 1.24 ટકાથી વધીને 1.31 ટકા થયો છે. કપડાં અને ચંપલના ભાવ જૂનમાં 1.52 ટકા વધ્યા છે જ્યારે મે મહિનામાં 1.8 ટકા ભાવ વધ્યા હતા. જૂનમાં કઠોળ-દાળના ભાવ નોંધપાત્ર વધતા સમગ્ર મોંઘવારી દર 8 મહિનાની ઊંચી સપાટીએ પહોંચ્યો છે. ગત જૂન મહિનામાં કઠોળ-દાળના ભાવ 5.68 ટકા વધ્યા છે જ્યારે મે મહિનામાં 2.13 ટકા જ ભાવ ઊંચકાયા હતા.

બીજી બાજુ રિટેલ મોંઘવારી દર પણ વધીને 8 મહિનાની ઊંચી સપાટીએ પહોંચી ગયો છે. જૂન મહિનામાં કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ (CPI) કે ગ્રાહક ભાવાંકની રીતે મોંઘવારીનો દર વધીને 3.18 ટકા નોંધાયો છે. જ્યારે મે મહિનામાં મોંઘવારી દર 3.05 ટકા અને જૂન 2018માં 4.92 ટકા હતો. કઠોળ-દાળ સહિતની ખાદ્ય ચીજવસ્તુઓના ભાવ વધવાથી મોંઘવારી વધ્યો છે.

જેથી સરકાર માટે મોંઘવારી દરને અંકુશમાં રાખવી, રાજકોષીય ખાધને નિયંત્રણમાં રાખવી અને રિઝર્વ બેન્ક માટે વ્યાજદર ઘટાડવા મુશ્કેલી બન્યા છે.

READ ALSO

Related posts

Dabangg 3: નવા ‘હુક’ સ્ટેપ સાથે રિલિઝ થયું ‘હુડ હુડ દબંગ’ સૉન્ગ, ક્રેઝી થઇ જશે ચુલબુલ પાંડેના ફેન

Bansari

પાયાવિહોણા આરોપો લગાવનારાઓને જડબાતોડ જવાબ છે રાફેલ પર નિર્ણય, કોંગ્રેસ માંગે માફી

Mansi Patel

ગચ્છાધિપતિ જયઘોષસૂરીશ્વરજી મહારાજને મુખાગ્નિ આપવાની અંતિમ બોલી 4 કરોડ 51 લાખમાં બોલાય

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!