આરોગ્ય વીમા રિટેલિંગમાં મહામારીના આંચકા પછી વેચાણમાં ૨૮.૫ ટકાનો વધારો નોંધાયો છે. ત્યારે દર ત્રણમાંથી એક પોલિસી એક મહિલાને વેચવામાં આવી હતી. તેમ સ્ટેટ બેન્ક દ્વારા હાથ ધરવામાં આવેલા અભ્યાસમાં જણાવાયું છે. ૨૦૨૧ના નાણાંકીય વર્ષમાં રિટેલ હેલ્થ ઈન્શ્યોરન્સ પોલિસીમાં ૨૮.૫ ટકાનો જંગી ઉછાળો નોંધાતા રૂા. ૨૬,૩૦૧ કરોડ પહોંચી છે. નવા નાણાં વર્ષમાં પણ સતત વૃદ્ધિ કરી હતી. એપ્રિલ, જાન્યુઆરી ૨૦૨૨ દરમિયાન, વીમા કંપનીઓના સ્વાસ્થ્ય વીમા પોર્ટફોલિયોમાં ૨૫.૯ ટકાનો વધારો થયો છે. જેમાં રિટેલ હેલ્થ પોલિસીમાં ૧૭.૩ ટકા અને ગ્રૂપ પોલિસીમાં ૩૦.૧ ટકાનો વધારો થયો છે.

ત્રણ જીવન વીમા પોલિસીમાંથી પ્રત્યેક એક મહિલાને વેચવામાં આવે છે. નાણાંકીય વર્ષ ૨૧માં મહિલાઓ માટે જારી કરાયેલી પોલિસીની સંખ્યા ૯૩ લાખ હતી. મહિલા પોલીસીધારકોનો હિસ્સો ૨૦૧૯-૨૦માં ૩૨.૨ ટકાથી વધીને ૩૩ ટકા થયો છે. ખાનગી જીવન વીમા કંપનીઓના કિસ્સામાં મહિલાઓ પરની પોલિસીની પ્રમાણ ૨૭ ટકા છે અને એલઆઈસીનું પ્રમાણ ૩૫ ટકા છે. ૧૯ રાજ્યોમાં કુલ વેચાયેલી પોલિસીઓમાં મહિલાઓ દ્વારા ખરીદવામાં આવેલી પોલિસીની સંખ્યાનો હિસ્સો અખિલ ભારતીય સરેરાશ ૩૩ ટકા કરતાં વધુ છે.
જીવન વીમા ઉદ્યોગ દ્વારા ચુકવવામાં આવતા મૃત્યુના દાવા નાણાકીય વર્ષ ૨૧ માં ૪૦.૮ ટકા વધીને રૂા. ૪૧,૯૫૮ કરોડ થયા છે. એફવાય ૨૧ દરમિયાન વ્યક્તિગત જીવન વીમા વ્યવસાયના કિસ્સામાં જીવન વીમા કંપનીઓએ રૂા. ૨૬,૪૨૨ કરોડની કુલ લાભની રકમ સાથે ૧૦.૮૪ લાખ દાવાઓ ચુકવ્યા જે ૪૬.૪ ટકાની વૃદ્ધિ દર્શાવે છે. મૃત્યુના દાવાઓની ટિકિટનું કદ નાણાકીય વર્ષ ૨૦૨૦માં રૂા. ૨.૧૩ લાખની સરખામણીએ ૨૦૨૧માં વધીને રૂા. ૨.૪૪ લાખ થયું.

ઓનલાઈન અને વેબ એગ્રીગેટર્સ દ્વારા વેચાતી પોલિસીનો હિસ્સો પ્રીમિયમ મુલ્યની દ્રષ્ટિએ માત્ર ૧.૯ ટકા અને પોલિસીની સંખ્યાના સંદર્ભમાં લગભગ ૧.૬ ટકા છે. વધતી જતી ચેનલ બેન્કેસ્યોરન્સ છે, જેમાં પ્રીમિયમ અને કલેક્શનનો હિસ્સો ૨૦૨૧ ના નાણા વર્ષમાં વધીને ૨૯ ટકા થયો છે. જન સુરક્ષાના અનુસંધાનમાં સંરક્ષણ તફાવતને ઝડપથી પૂર્ણ કરવા માટે સરકારે વિવિધ ક્ષેત્રો માટે કેટલાક પ્રમાણભૂત ઉત્પાદનો સાથે બહાર આવવું જોઈએ. જેથી કરીને દરેક સેગમેન્ટમાં સંરક્ષણ તફાવત નોંધપાત્ર રીતે ઘટાડી શકાય.
- અમદાવાદ અને ગેટવિક વચ્ચે સીધી ફ્લાઇટ શરૂ, કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ કર્યું ઉદ્ઘાટન
- રાજકારણ / શરદ પવારની સલાહ પછી સાંસદ રાઉત રાહુલને સમજાવશે, સાવરકરના મુદ્દે રાહુલ ગાંધી સાથે કરશે ચર્ચા
- IPL 2023 / રોહિત શર્માની જગ્યાએ અમુક મેચોમાં સૂર્યકુમાર યાદવ સંભાળશે ટીમની કમાન, આ છે મોટું કારણ
- નોઈડામાં આંતરરાષ્ટ્રીય સ્તરનું ક્રિકેટ સ્ટેડિયમ બનાવવા મંજૂરી અપાઈ, 40000 દર્શકો માટે હશે બેઠક વ્યવસ્થા
- ભાવનગર / લોન આપવાના નામે અમેરિકાના નાગરિકો સાથે છેતરપિંડી કરનારા ત્રણ શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા