GSTV
Gujarat Government Advertisement

રાજસ્થાન વિધાનસભા ચૂંટણીની મત ગણતરી, કોંગ્રેસ શરૂઅાતમાં અાગળ

Last Updated on December 11, 2018 by Karan

રાજસ્થાન વિધાનસભા ચૂંટણીની મત ગણતરી માટે તમામ તૈયારીઓ પૂર્ણ થઇ ગઇ છે.મત ગણતરીની પ્રક્રિયામાં આશરે 20 હજાર કર્મચારીઓને કામે લગાડાયા છે. જ્યારે કે મતગણતરી માટે 31 જિલ્લામાં 35 કેન્દ્રો બનાવવામાં આવ્યા છે. રાજ્યની 200માંથી 199 બેઠક પર સાત ડિસેમ્બરે મતદાન થયું હતુ. જેમાં 2274 ઉમેદવારોના ભાવી ઇવીએમમાં કેદ થયા હતા.

એક બેઠક પર ઉમેદવારનું મોત નિપજતા ત્યાં ચૂંટણી મોકુફ રાખવામાં આવી હતી. રાજ્યમાં મુખ્યપ્રધાન વસુંધરા રાજે સામે સત્તા વિરોધી લહેર ખાળવાનો પડકાર હતો. રાજયની જનતા દર પાંચ વર્ષે અહીં સત્તાનું સુકાન વિરોધ પક્ષને સોંપી દે છે. જો કે એક્ઝીટ પોલમાં પણ આવી જ સંભાવના દર્શાવાઇ છે. અને વસુંધરા રાજેની ખુરશી ખતરામાં હોવાનું જણાવાયું હતુ.

 

Gujarat Government Advertisement

Related posts

ભાજપ કે મોદી, શાહ નહીં રાજસ્થાનમાં ચાલ્યું ‘વસુંધરા લાઓ’ અભિયાન : પડ્યા ભાગલા, પુનિયાએ કહ્યું પાર્ટીથી મોટો કોઈ નેતા નહીં

Dhruv Brahmbhatt

ઇન્ડિયા He છે કે She/ રાહુલ ગાંધીના એક ટ્વીટ પર શરૂ થઇ ગઈ ચર્ચા! કોનો તર્ક કેટલો સાચો?

Pritesh Mehta

લાપરવાહી/ બિહારમાં એક જ મહિલાને પાંચ મિનિટના સમયમાં કોવિશિલ્ડ અને કોવાક્સીન બંને ડોઝ આપ્યા, મહિલાને મોનિટરિંગ હેઠળ રાખી

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!