GSTV
Home » News » ધોરણ 12 કોમર્સનું પરિણામ જાહેર, ગત વર્ષ કરતા ત્રણ ટકા વધારે

ધોરણ 12 કોમર્સનું પરિણામ જાહેર, ગત વર્ષ કરતા ત્રણ ટકા વધારે

ધોરણ બાર કોર્મસનું પરિણામ જાહેર કરવામાં આવ્યુ છે. એક તરફ વિદ્યાર્થીઓમાં પરિણામને લઈને ઉત્સાહ છે તો બીજી તરફ સુરતમાં બનેલી આગની ઘટનાનુ દુખ પણ છે. ધોરણ બારના સામાન્ય પ્રવાહનું કુલ 73.27 ટકા આવ્યુ છે. જે ગત વર્ષ કરતા ત્રણ ટકા જેટલુ વધારે છે. ગત વર્ષે આ પરિણામ 68.96 ટકા હતું.

ahmedabad 10th result

ગુજરાતમાંથી ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં કુલ 5,33,626 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. તેમાંથી 3,59,375 નિયમિત, 95,075 રીપીટર, 7335 આઈસોલેટેડ વિદ્યાર્થીઓન નોંધાયા હતા. ખાનગી નિયમિત 40,960 અને ખાનગી રીપીટર 30,881 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.

UPSC exams

અમદાવાદ શહેરમાં 36,488 અને અમદાવાદ ગ્રામ્યમાં 24,372 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. તો સુરતમાં 50,885, રાજકોટમાં 30,206, બનાસકાંઠામાં 27,366 અને વડોદરામાં 21,481 વિદ્યાર્થીઓ નોંધાયા હતા. સૌથી ઓછા કેન્દ્રશાસિત પ્રદેશ(ડી.વી.)માં 514 વિદ્યાર્થીઓની નોંધણી થઈ હતી.

રાજકોટના શિક્ષણઅધિકારીએ શહેરની તમામ શાળાના સંચાલકોને કરી આ અપીલ

સુરતમાં બનેલી આગની ઘટના બાદ રાજકોટ જીલ્લા શિક્ષણઅધિકારીએ શહેરની તમામ શાળાના સંચાલકોને અપીલ કરી છે. ધોરણ બારના પરિણામ વિદ્યાર્થીઓને આપતા પહેલા શાળાના આચાર્ય અને સંચાલકો મૌન ધારણ કરી મૃતકને શ્રધ્દ્રાંજલિ અર્પણ કરે અને રાજકોટની કોઈ પણ શાળામાં પરીણામને લઈ ઉજવણી ના કરવાની પણ અપલી કરવામાં આવી છે.

સુરતમાં ટ્યુશન ક્લાસીસમાં લાગેલી આગમાં મૃત્યુઆંક વધીને 23 થયો છે. ગઈકાલે મૃત્યુઆંક 19 હતો. જે બાદ વધીને વહેલી સવારે 22 મૃત્યુઆંક થયો હતો અને હવે મૃત્યુઆંક 23 થયો છે. સુરતના સીમાડા નાકા ખાતે રહેતી 17 વર્ષિય હેપ્પી પાંચણીનું વહેલી સવારે કિરણ હોસ્પિટલમાં મોત નિપજ્યુ છે. આ વિદ્યાર્થીની સાવરકુંડલાના વનડા ગામની વતની છે.

Read Also

Related posts

જૂનાગઢમાં ભાજપે કોંગ્રેસના સુપડા સાફ કર્યા, કોંગ્રેસ ક્લિન બોલ્ડ

Mayur

જમ્મુ કાશ્મીરના અનંતનાગ હાઇવે પાસે IED હોવાની સૂચના, રોકવામાં આવી અમરનાથ યાત્રા

Bansari

જૂનાગઢ કોર્પોરેશનની ચૂંટણીના ઈતિહાસમાં આ વખતે સૌથી ઓછું મતદાન

Mayur
Do NOT follow this link or you will be banned from the site!