Last Updated on September 4, 2020 by
આવતીકાલે ગુજકેટનું પરિણામ જાહેર થશે. 5 સપ્ટેમ્બરે સવારે 8 વાગ્યાથી વિદ્યાર્થીઓ પરિણામ જોઈ શકશે. Www. gseb.org વેબસાઈટ પર પરિણામ મુકવામાં આવશે. સાથે જ ટૂંક સમયમાં માર્કશીટ માટેની તારીખ જાહેર કરાશે.
સુપ્રીમ કોર્ટે નીટ-જેઇઇ એક્ઝામ પર પુનર્વિચાર અરજી ફગાવી
સુપ્રીમ કોર્ટે નીટ-જેઇઇ એક્ઝામ પર પુનર્વિચાર અરજી ફગાવી દીધી છે. નિર્ધારીત પ્રક્રિયા પ્રમાણે બંધ ચેમ્બરમાં જજોએ અરજી જોઇને નિર્ણય આપ્યો કે જૂના આદેશ પર પુનર્વિચાર કરવાની કોઇ જરૂરિયાત નથી. 17 ઓગષ્ટે સુપ્રીમ કોર્ટે પરીક્ષા રોકવાનો ઇન્કાર કરી દીધો હતો. જે બાદ છ બિન ભાજપી રાજ્યોના મંત્રીઓએ પુનર્વિચાર અરજી દાખલ કરી હતી. કોરોના વાયરસ મહામારીની વચ્ચે દેશભરમાં સંયુક્ત પ્રવેશ પરીક્ષા જેઇઇની મેઇન એક્ઝામ ચાલી રહી છે. જે છ સપ્ટેમ્બર સુધી ચાલશે. જ્યારે કે નીટની એક્ઝામનું આયોજન 13 સપ્ટેમ્બરે કરવામાં આવ્યું છે. સુપ્રીમ કોર્ટે પુનર્વિચાર અરજી ફગાવી દેતા સ્પષ્ટ થઇ ગયું કે આ પરીક્ષાને ચાલુ રાખવામાં આવશે.
READ ALSO
- જો મો માં વારંવાર છાલા પડે છે, તો પછી આ સરળ ઘરેલું ઉપાય અજમાવો
- ડબલ માસ્ક કોરોના થી બચવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે, માસ્કથી ફક્ત ૪૦ ટકા સલામતી
- કોરોનાનું ભયાવહ રૂપ / મહારાષ્ટ્રમાં દર ત્રીજી મિનીટે એકનું મોત અને દર કલાકે અંદાજે 3 હજાર લોકો સંક્રમણના ભોગ
- અમૂલ ડેરી કેસ: 12% જીએસટી લાગશે ફ્લેવર્ડ મિલ્ક ઉપર, ગુજરાત એએઆરનો ચુકાદો
- કોરોનાનો કાળો કહેર / જામનગરમાં સર્જાયા હૈયું કમકમી ઉઠે તેવાં દ્રશ્યો, એકસાથે સળગી રહી છે 12-12 ચિતાઓ
