GSTV
Home » News » આ મીઠાઈ બનાવ્યાના 48 કલાક બાદ વેચવા પર લાગ્યો પ્રતિબંધ, જો જો ભૂલથી પણ ના ખરીદતા

આ મીઠાઈ બનાવ્યાના 48 કલાક બાદ વેચવા પર લાગ્યો પ્રતિબંધ, જો જો ભૂલથી પણ ના ખરીદતા

તહેવારોના દિવસોમાં જાતજાતની મીઠાઈઓ બનાવીને ગ્રાહકો પાસેથી મોટી રકમ વસૂલીને દૂધની અને અન્ય મીઠાઈઓ વેચનારાઓ રસગુલ્લા, રસમલાઈ, રબડી રસમલાઈ, રાજભોગ, ચમચમ, મલાઈ રોલ અને બદામ મિલ્ક જેવી મીઠાઈઓ બનાવ્યા પછી બે દિવસ સુધી જ તેનો વેચાણ કરી શકશે.બે દિવસ બાદ તેઓ તેનું વેચાણ પણ કરી શકશે નહિ. મોટી રકમ લઈને લોકોને વાસી અને અખાદ્ય બનવા આવેલી મીઠાઈઓ વેચી મારનારા વેપારીઓ પર અંકુશ લાવવા અને લોકોને ફ્રેશ આહાર મળી રહે તે માટે આ ગાઈડલાઈન્સ તૈયાર કરવામાં આવી હોવાનું ફૂડ એન્ડ ડ્રગ કમિશનરનું કહેવું છે.

96 કલાક સુધી જ વેચી શકાશે

ફૂડ એન્ડ ડ્રગ કમિશનરની કચેરીના સૂત્રોનુ કહેવું છે કે મથુરાના પેંડા, સાદી બરફી, પિસ્તા બરફી, કોકોનટ બરફી, ચોકલેટ બરફી, બુંદી લાડું, મોતીચૂરના લાડુ, મોદક, ખોયા બદામ, મલાઈ ઘેવર, શાહી ઘેવર, ખાયો-માવા બદામ રોલ,મેવાના લાડુ જેવી વાનીઓ તૈયાર કર્યાના 96 કલાક સુધી જ વેચી શકાશે.ઘી અને ડ્રાય ફ્રૂટમાં બનાવવામાં આવેલી મીઠાઈ એટલે કે કાજુ કતરી, શક્કરપારા, શાહી લાડૂ, મુંગ બરફી, મોટી બુંદીના લાડું, ચણાના લોટના લાડુ, જેવી વાનગીઓ તૈયાર કર્યાના દિવસ પછીના સાત જ દિવસમાં વેચી દેવાની રહેશે.તેના પછી તેનું વેચાણ પણ કરી શકાશે નહિ.

250 જેટલી મીઠાઈઓની યાદી

આમ દરેક મીઠાઈ તૈયાર થયા પછી તેને કેટલો સમય સુધી વેચી શકાય અટલે કે તેની શેલ્ફ લાઈફ કેટલી ગણવાની રહેશે તે અંગે સ્પષ્ટતા કરવામાં આવી છે. આ પ્રકારે અંદાજે 200થી 250 મીઠાઈની યાદી આપવામાં આવી છે. તાજેતરમાં જ મીઠી બરફીનો વિવાદ બહુ જ વ્યાપક ફલક પર થયો પછી આ ગાઈડલાઈન બહાર પાડવામાં આવી હોવાનું માનવામાં આવે છે. ફૂડ એન્ડ ડ્રગ કમિશનરની કચેરીના સૂત્રોએ આપેલી માહિતી મુજબ 17મી ઓક્ટોબરે આ ગાઈડલાઈન બહાર પાડવામાં આવેલી છે. મીઠાઈનું વેચાણ કરતાં વેપારીઓ માટે તેમના દ્વારા તૈયાર કરવામાં આવેલી મીઠાઈ કઈ તારીખ પહેલા વાપરી નાખવી તેની તારીખ લખવાની ફરજિયાત બનાવવામાં આવી છે.કંદોઈની દુકાનમાં જઈને તમે વજન કરાવીને જે મીઠાઈ ખરીદો છો તે મીઠાઈ કઈ તારીખ પહેલા ઉપયોગ કરી લેવી એટલે કે ખાઈ જવી તેની વિગતો તેમણે લખવાની રહેશે. આ મીઠાઈમાં માન્યતા ન ધરાવતા કોઈપણ કલર નાખી શકાશે નહિ. તેમ જ તેમાં અન્ય કોઈ સુગંિધત દ્રવ્યો કે પછી એડીટિવ્ઝ ઉમેરી શકાશે નહિ.

તેલને વારંવાર ઉકાળી એ જ તેલનો ફરી ઉપયોગ

ખાદ્યપદાર્થને તળવા માટે લેવાતા તેલને વારંવાર ઉકાળીને તેનો ઉપયોગ કરવાની મનાઈ ફરમાવી દેવામાં આવી છે. જે મીઠાઈ કે ખાદ્ય સામગ્રી પૅક કરીને આપવામાં આવી હશે તે ખાદ્ય સામગ્રીની ટ્રે કે પછી કન્ટેઈનર પર પણ કઈ તીરીખ પહેલા તેનો ઉપયોગ કરી દેવો તે લખીને રાખવું ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ ઑફ ઇન્ડિયા હેઠળ ફરજિયાત કરી દેવામાં આવ્યું છે.તેમ જ તેના પેકિંગ પર તે બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવેલી સામગ્રીની વિગતો પણ લખવી ફરજિયાત કરવામાં આવી છે. બીજા શબ્દોમાં કહીએ તો તેમાં કેવા પ્રકારનું એટલે કે પામતેલ, કપાસિયા કે સિંગતેલ વાપરવામાં આવ્યું છે તેની વિગતો આપવાની રહેશે.

લેબલ પર શું લગાડવામાં આવ્યું ?

તેમ જ અન્ય કોઈ ફેટનો ઉપયોગ કરવામાં આવ્યો હોય તો તેની પણ વિગતો ખરીદનારાઓને લેબલ પર લખીને આપવી પડશે.  તેમ જ તેમાં કયો લોટ અને બીજી કઈ કઈ વસ્તુઓ નાખવામાં આવી છે તેની વિગતો પણ લેબલ પર લખવાની ફરજિયાત કરી દેવામાં આવી છે. મીઠાઈ વેચનારે કે ખાદ્ય સામગ્રી બનાવીને વેચનારે તેણે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ ઑફ ઇન્ડિયા હેઠળ લીધેલું લાઈસન્સ દુકાનમાં આવનારી દરેક વ્યક્તિને વ્યવસિૃથત રીતે દેખાય તે રીતે ડિસ્પ્લે કરવું પડશે.

દૂધની મીઠાઈ બનાવવા ખરીદેલી કાચી સામગ્રીનો રૅકોર્ડ રાખવો ફરજિયાત

દૂધની મીઠાઈ બનાવનારા ઉત્પાદકો માટે  તે મીઠાઈ બનાવવા માટે જરૂરી કાચી સામગ્રી તેમણે ક્યાંથી કેટલા પ્રમાણમાં ખરીદી તેનો રૅકોર્ડ સાચવવાનું પણ ફરજિયાત બનાવી દેવામાં આવ્યું છે. તેઓ પરમિશન ન હોય તેવાકલર અને નબળી ક્વોલિટીની કાચી સામગ્રીનો ઉપયોગ કરતા હોવાથી આ પગલાં લેવામાં આવ્યા છે. ખાદ્ય સામગ્રીની ગુણવત્તા જાળવવા નિશ્ચિત કરી આપવામાં આવેલા ધોરણોનું પાલન કરવું તેમને માટે ફરજિયાત કરી દેવામાં આવ્યું છે.

ખાદ્ય સામગ્રી બનાવવા માટે વપરાયેલી વસ્તુનું લિસ્ટ પણ મૂકવું પડશે

મીઠાઈ અને અન્ય ખાદ્ય સામગ્રી બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવેલી દરેક કાચી સામગ્રીની વિગતો કંદોઈએ તેની દુકાનમાં બોર્ડ લગાડીને લખીને મૂકવી પડશે. તે બનાવવા માટે કઈ ફેટ એટલે કે ઘી કે પછી તેલ કે પછી અન્ય કોઈ ફેટનો ઉપયોગ કર્યો છે તેની વિગતો પણ તેણે બોર્ડ પર લખવી પડશે. ઘીમાં, તેલમાં કે વનસ્પતિમાં તે મીઠાઈ-ખાદ્ય વસ્તુ બનાવવામાં આવી છે તેની વિગતો તેણે લખવી પડશે.

READ ALSO


Related posts

ગુજરાતમાં સ્વાઈન ફ્લૂના કારણે આ વર્ષે 151 લોકોનાં મોત, દેશમા ચોથા ક્રમે

Mayur

મામલતદાર કચેરીમાંથી જ ઈંગ્લીશ દારૂની બોટલોના અવશેષો મળતા ચકચાર મચી ગઈ

Mayur

4 લાખ હેક્ટર ખેતરમાં સર્વે રિપોર્ટ પૂર્ણ, આજે કેબિનેટમાં વળતરની નુકસાની અંગે ચર્ચા

Arohi
Do NOT follow this link or you will be banned from the site!