PUBG પર પ્રતિબંધઃ અમદાવાદમાં જો તમે ગેમ રમતા ઝડપાયા તો કાર્યવાહી થઈ જશે

ગુજરાતનું યુવાધન પબજી જેવી ગેમ્સના કારણે અવડે રસ્તે ચઢી રહ્યું છે. ગુનાઇત માનસિક્તા તરફ આગળ ધકેલાઇ રહ્યું હોવાથી રાજયના એક પછી એક શહેરોમાં પબજી ગેમ્સ પર પ્રતિબંધ મૂકવામાં આવી રહ્યો છે. જે પૈકી અમદાવાદ પોલીસ કમિશનર એ.કે.સિંઘે પણ અમદાવાદમાં પબજી ગેમ્સ પર પ્રતિબંધ મુક્તુ જાહેરનામું બહાર પાડ્યું છે. આ જાહેરનામું આગામી 28 માર્ચ સુધી લાગુ પડશે. આ સાથે આ હુકમનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે. નોંધનીય છે કે આ પહેરા રાજકોટમાં પણ પબજી ગેમ્સ પર પ્રતિબંધ મુકતુ જાહેરનામું પ્રસિદ્ધ કરાયુ હતું.

તો વડોદરામાં પબજી ગેમ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. શહેર પોલીસ કમિશનરએ જાહેરનામું જાહેર કર્યું હતું. પબજી ગેમ રમનારા તત્વો સામે પોલીસ કાર્યવાહી કરશે. હવે વડોદરાના યુવકોએ પણ પબજી ગેમથી દૂર રહવું પડશે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter