GSTV
Gujarat Government Advertisement

હવેથી રેસ્ટોરન્ટમાં ખાવાનું ખરાબ આવે કે તુરંત તમે કરી શકશો ફરિયાદ, 1 ઓક્ટોબરથી નવો નિયમ લાગુ થશે

Last Updated on June 10, 2021 by Dhruv Brahmbhatt

ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઑફ ઇન્ડિયા (FSSAI) એ ફૂડ બિઝનેસ ઓપરેટર્સ માટે 1 ઓક્ટોબરથી બિલમાં FSSAI લાયસન્સ નંબર અથવા રજિસ્ટ્રેશન નંબર દાખલ કરવો અનિવાર્ય કરી દીધો છે. FSSAI એ આ સંબંધે એક મહત્વનો આદેશ તાજેતરમાં રજૂ કર્યો છે. આ પગલાંથી એવાં ગ્રાહકોને મદદ મળશે કે જે FSSAI નંબરનો ઉપયોગ કરીને કોઇ વિશેષ ફૂડ બિઝનેસ વિરૂદ્ધ ઓનલાઇન ફરિયાદ દાખલ કરી શકે છે.

restaurant

ફૂડ સેફ્ટી રેગ્યુલેટરએ ગુરૂવારના રોજ એક આદેશ જારી કર્યો છે કે, પ્રત્યેક ફૂડ બિઝનેસ ઓપરેટરને ફૂડ બિઝનેસ શરૂ કરતા પહેલાં FSSAI લાયસન્સ અથવા તો રજિસ્ટ્રેશન મેળવવું ફરજિયાત છે. ફૂડ બિઝનેસની ઇકોસિસ્ટમ મોટી છે અને કોઇ પણ ફૂડ બિઝનેસનો FSSAI નંબર ઉપભોક્તાઓને સરળતાથી દેખાતું નથી. કોઇ પણ વિશ્વસનીય નિયમનકારી માળખું ગ્રાહક ફરિયાદ પ્રણાલી પર નિર્ભર કરે છે. જો કે, જો FSSAI નંબર તેમની પાસે ઉપલબ્ધ નથી, તો તેમની વિરૂદ્ધ ફરિયાદ કરવી એ એક કઠીન કામ થઇ જાય છે.

2 ઓક્ટોબર, 2021 થી તેનું અમલીકરણ સુનિશ્ચિત કરવાનો નિર્દેશ

FSSAI ના આદેશમાં એમ કહેવામાં આવ્યું કે, લાયસન્સ અને રજિસ્ટ્રેશન અધિકારીઓને નીતિનો વ્યાપક પ્રચાર કરવા અને 2 ઓક્ટોબર, 2021 થી તેનું અમલીકરણ સુનિશ્ચિત કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.

તમને જણાવી દઇએ કે, FSSAI નંબરને પેકેજ ફુડ લેવલ પર પ્રદર્શિત કરવું અનિવાર્ય છે. પરંતુ આ સમસ્યા વિશેષ રૂપથી રેસ્ટોરન્ટસ, મિઠાઇની દુકાનો, કેટરસ એટલે સુધી કે, રિટેલ સ્ટોર્સ જેવી સંસ્થાઓ માટે પણ આ નંબર જરૂરી છે.

FSSAI

14 અંકનો હોય છે FSSAI નંબર

કોઇ પણ ફુડ બિઝનેસ ઓપરેટરનો 14 ડિજિટનો FSSAI નંબર ઉપભોક્તા / સર્વિસ રસીદ પર સરળતાથી દેખાય કે ઉપલબ્ધ નથી થતો. તેનું કારણ એ છે કે, તેમની માટે કોઇ ફુડ બિઝનેસ ઓપરેટરની ફરિયાદ કરવી મુશ્કેલ થઇ જાય છે. એટલે સુધી કે, નિયમનકારો માટે પણ ફરિયાદની ઉત્પત્તિનો ખ્યાલ મેળવવો અને તેની પર તુરંત કાર્યવાહી કરવી મુશ્કેલ છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Gujarat Government Advertisement

Related posts

સાવધાન / ફ્રીમાં ઇન્ટરનેટ વાપરવાની લાલચ ભારે પડી શકે છે, પબ્લિક વાઇફાઇનો ઉપયોગ કરતા સમયે રહો અલર્ટ

Zainul Ansari

ક્વાડ સમૂહ/ બાંગ્લાદેશમાં અમેરિકાથી એક ફોન આવતાં ફફડી ગયું ચીન, વિરોધીઓથી ઘેરાયેલું ચીન હવે ધમકી પર ઉતરી આવ્યું

Harshad Patel

જુના સિક્કા / જો તમારી પાસે છે આ સિક્કો તો તમે ઘરે બેઠા કમાઈ શકો છો 5 લાખ રૂપિયા, જાણો રીત

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!