GSTV
Auto & Tech Gujarat Samachar Technoworld Trending

સ્માર્ટફોનને અઠવાડિયામાં ત્રણ વખત રીસ્ટાર્ટ કરો, ફોનની ઘણી સમસ્યા દૂર થઇ જશે

સ્માર્ટફોન

આજના સ્માર્ટફોન ઘણા એડવાન્સ થઇ ગયા છે. આમાં ઘણા પ્રકારના કામ સરળતાથી થઈ જાય છે. તેમને એક રીતે નાનું કોમ્પ્યુટર કહી શકાય. પરંતુ, ક્યારેક મોંઘા ફોનમાં પણ સમસ્યા થવા લાગે છે. ત્યારે લોકોએ તેને સુધારવા માટે સમય આપવો પડે છે. ઘણી વખત આ સમસ્યાઓ મહત્વપૂર્ણ કામો સમયે થવા લાગે છે. તેના કારણે કામ અટકી જાય છે. પરંતુ તેનો એક નાનો ઉપાય ફોનને રીસ્ટાર્ટ કરવાનો છે.

તમે આઈટી વિભાગ કે પ્રોફેશનલ્સને ઘણી વખત એવું કહેતા સાંભળ્યા હશે કે એકવાર ફોન, ટેબલેટ કે પીસી બંધ કરી અને ચાલુ કરો તો તે ઠીક થઇ જશે. ફોનને નિયમિત રીતે રીસ્ટાર્ટ કરીને, તમે ઘણી સમસ્યાઓને ઉભી થતી અટકાવી શકો છો. જોકે એક વાત સ્પષ્ટ કરવી જરૂરી છે કે ફોનને રિસ્ટાર્ટ કરવો એ દરેક સમસ્યાનો ઉકેલ નથી. ફોન આખો દિવસ ચાલતો હોય છે ત્યારે તેને રીસ્ટાર્ટ કરવાથી તેને થોડો સમય આરામ મળે છે. તેના કારણે તે ફરીથી સારી રીતે ચાલવા લાગે છે.

સ્માર્ટફોન

જ્યારે ફોન રીસ્ટાર્ટ થાય છે, ત્યારે આ પ્રક્રિયા એક રીતે ઉપકરણની મેમરીને સાફ કરે છે. કોઈપણ ખામીયુક્ત એપ્લિકેશનને બંધ કરે છે અને તેને રી ફ્રેશ કરે છે. ફોનને રીસ્ટાર્ટ કરવા પર મેમરી મેનેજમેન્ટ અને બેટરી ઓપ્ટિમાઇઝેશનમાં પણ મદદ કરે છે. આ બધા સિવાય ફોનને રીસ્ટાર્ટ કરીને ડાઉનલોડ કરેલ સોફ્ટવેર અપડેટ પણ ઈન્સ્ટોલ કરવામાં આવે છે. તે નેટવર્કની સમસ્યાઓ દૂર કરે છે. નિષ્ણાતો માને છે કે ફોનને અઠવાડિયામાં ઓછામાં ઓછા ત્રણ વખત રીસ્ટાર્ટ કરવો જોઈએ.

એન્ડ્રોઇડ ફોનમાં પાવર બટનને દબાવી રાખીને રીસ્ટાર્ટ વિકલ્પ આવે છે. તે જ સમયે, ઘણામાં આ વિકલ્પ ડાઉન વોલ્યુમ બટન અને પાવર બટનને એકસાથે દબાવવાથી આવે છે. સમાન વિકલ્પ iPhone માટે પણ ઉપલબ્ધ છે.

કેટલાક એન્ડ્રોઇડ ફોનમાં ઓટોમેટિક રીબૂટ કે રીસ્ટાર્ટ શેડ્યૂલ કરવાનો વિકલ્પ પણ હોય છે. જો તમારી પાસે સેમસંગ ગેલેક્સી ફોન છે, તો તેના માટે તમારે તમારા સેટિંગ્સમાં જવું પડશે અને પછી Battery and device careમાં જવું પડશે. અહીં તમને Auto Optimisation નો વિકલ્પ મળશે. ફક્ત અહીં જઈને તમારે Restart When Neededનું ટોગલ ઓન કરવાનું રહેશે. સારી વાત એ છે કે આ કામ ત્યારે જ થશે જ્યારે તમે ફોનનો ઉપયોગ ન કરી રહ્યાં હોવ.

READ ALSO

Related posts

મહારાષ્ટ્રમાં અમિત શાહના રાહુલ પર પ્રહાર: ‘રાહુલ બાબા દેશને બદનામ કરવામાં વ્યસ્ત, ભારતમાં બહુ ઓછા લોકો તેમની વાત સાંભળે છે’

Hardik Hingu

WTC FINAL : શુભમન ગિલના આઉટ પર સર્જાયો વિવાદ, સોશિયલ મીડિયામાં #NOTOUT ટ્રેન્ડ થયું

Hardik Hingu

જન્મ કુંડળીમાં હંસ યોગ હોય તો કેવા પરિણામ મળે છે? જાણો

Hardik Hingu
GSTV