અમદાવાદમાં વોર્ડ કક્ષાએ લોકોની ફરિયાદના ત્વરીત નિવારણ અંગે જેમને જવાબદારી સોંપવામાં આવી હતી એવા ૨૬ આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર ઈ-કાર ઉપરાંત બાઉન્સર સાથે ફરજ બજાવી રહ્યા છે. મોટાભાગના આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર વોર્ડમાં નિયમિત રાઉન્ડ ના લેતા હોવાની સાથે દર અઠવાડીયે વોર્ડ સંકલન સમિતિની બેઠક પણ બોલાવતા ના હોવાની ભાજપ અને કોંગ્રેસ અને એમ.આઈ.એમ.ના કોર્પોરેટરોની ફરિયાદ છે. સિનીયર આસિસ્ટન્ટ મ્યુનિ.કમિશનરનો મહિને ૧.૫૦ લાખ અને જુનિયર આસિસ્ટન્ટ કમિશનરનો એંશી હજારથી એક લાખ રુપિયા સુધીનો પગાર ચૂકવવામાં આવે છે.

વર્ષ-૨૦૧૯માં તત્કાલિન મ્યુનિસિપલ કમિશનર દ્વારા ૪૮ વોર્ડમાં વોર્ડ કક્ષાએ જ નાગરિકોની પ્રાથમિક સુવિધાને લગતી ફરિયાદોના નિકાલ માટે ૨૧ નવા અને પાંચ વિભાગમાંથી બઢતી આપીને એમ કુલ ૨૬ આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરોને નિમણૂંક આપવામાં આવી હતી.જે હેતુ સાથે આ નિમણૂંક આપવામાં આવી હતી એનો હેતુ સાર્થક થતો ના હોવાની કોર્પોરેટરોની ફરિયાદ છે. તાજેતરમાં એક વોર્ડના આસીસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરે સ્થાનિક કોર્પોરેટરને ત્યાં સુધી કહ્યુ હતુ કે, અમારી પાસે સત્તા નથી.
વોર્ડ કક્ષાએ જે તે સમયે નિમણૂંક આપવામાં આવી હોવા છતાં કેટલાક આસિસ્ટન્ટ કમિશનરો પાસે હાલમાં એકથી વધુ વિભાગની જવાબદારી છે. કેટલાકને તો ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરનો પણ વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. ચૂંટાયેલા કોર્પોરેટરોની ફરિયાદ છે કે, તેમના વોર્ડના આસિસ્ટન્ટ કમિશનર સવારે ૮થી ૧૧ દરમ્યાન વોર્ડમાં રાઉન્ડ લેતા જ નથી. વોર્ડ સંકલન સમિતિની દર અઠવાડીયે એક વખત બેઠક બોલાવવાનો નિર્ણય કરાયો હોવા છતાં બે-બે મહિના સુધી બેઠક બોલાવાતી નથી. જો તંત્ર આમ જ ચાલવાનું હોય તો આ તમામની નિમણૂંક કમિશનર રદ કયા કારણથી કરતા નથી?
આસીસ્ટન્ટ મ્યુનિ.કમિશનરોને મળતા પગાર સાથેની સવલત
એક વર્ષના પ્રોબેશન સમય ઉપર આસીસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરોની નિમણૂંક કરાઈ હતી.કોરોના મહામારી બાદ આ નિમણૂંક કાયમ કરવામાં આવી છે.આ તમામ અધિકારીઓને અપાતા પગાર સાથેની સવલત આ મુજબ છે.
- -એકથી દોઢ લાખ સુધીનો મહિને પગાર
- -૧૪ લાખની અધિકારી દીઠ એક ઈ-કાર
- -કાર ચાર્જિંગ માટે મહિને ૨૩ હજારનો ખર્ચ
- -અદ્યતન સુવિધા સાથેની અલાયદી ઓફિસ
- -ઓફિસ અને કારમાં એક-એક બાઉન્સર
- -બે બાઉન્સર પાછળ મહિને ૪૦ હજારનો ખર્ચ
- -ઓફિસ માટે એક પી.એ.એક પ્યુનની નિમણૂંક
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
READ ALSO
- How To Make Puri Ka Halwa/ વધેલી પૂરીઓમાંથી બનાવો જોરદાર પૂરીનો હલવો, દરેક વ્યક્તિ પૂછશે તેની રેસિપી
- રાજ્યમાં પારો ઉંચકાતા ઠંડીનું પ્રમાણ ઘટી ગયું, આગામી 22થી 26 દરમિયાન માવઠાની આગાહી
- બિલ્કીસ બાનો કેસ: CJI ડી.વાય ચંદ્રચુડ વિશેષ બેંચ બનાવવા માટે સંમત, જાણો કેમ જસ્ટિસ બેલા ત્રિવેદી સુનાવણીથી અલગ થયા
- ભારત-અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં સંરક્ષણ ક્ષેત્રે થઈ શકે છે મહત્વપૂર્ણ કરાર, વિશ્વનું સૌથી શક્તિશાળી ડ્રોન વધારશે હિંદ મહાસાગરમાં તાકાત
- મહિસાગરમાં પોક્સો એક્ટ હેઠળ આરોપીને સજા ફટકારી, વર્ષ 2019માં લગ્નની લાલચ આપીને સગીરાને ભગાડી ગયો હતો નરાધમ