GSTV
Home » News » જાણો સરકારે કેટલી ઓછી કિંમત પર ખરીદ્યા રાફેલ

જાણો સરકારે કેટલી ઓછી કિંમત પર ખરીદ્યા રાફેલ

સંસદના શિયાળું સત્રના 15મા દિવસે લોકસભામાં રાફેલ ડીલ પર ચર્ચા દરમિયાન કોંગ્રેસ તરફથી લગાવવામાં આરોપો પર રક્ષામંત્રી નિર્મલા સીતારમણે વળતોપ્રહાર કર્યો છે. તેમણે કહ્યું કે, સમય પર વિમાનોની ખરીદી પ્રાથમિકતામાં હોવી જોઇએ. તેમણે રાફેલ ડીલ પર કોંગ્રેસને ઘેરતા કહ્યું કે, જે લોકો ભારતીય વાયુસેનાને વિમાન નથી આપી રહ્યાં તેઓ આજે સવાલ કરી રહ્યાં છે. UPA સરકારે 8 વર્ષ માત્ર સૌદાબાજીમાં ખરાબ કર્યા. અમારી સરકારે રાફેલને 9% ઓછી કિંમત પર ખરીદ્યા છે.

તેમણે કહ્યું કે, 2014 સુધી કોંગ્રેસ રાફેલ ડીલ કેમ કરી શકી નહી. તેમણે આરોપ લગાવ્યો કે કોંગ્રેસે હંમેશા દેશની સુરક્ષા સાથે ચેડા કર્યા છે. તેમણે પ્રશ્ન ઉઠાવ્યો કે કોંગ્રેસ રાફેલને કેમ ના લાવી શકી. તેમણે કહ્યું. કોંગ્રેસ દરેક વખતે રાફેલ ડીલનો ભાવ કેમ બદલતી રહી. કોંગ્રેસે ક્યા આધાર પર રાફેલ ડીલની કિંમત 526 કરોડ બતાવી. દેશ માટે અમે સારો સૌદો કર્યો છે. અમે રાષ્ટ્રીય સુરક્ષાને કારણે દરેક જાણકારી આપી શકીએ નહી.

તેમણે કહ્યું કે, સપ્ટેમ્બર 2019 સુધીમાં પહેલું રાફેલ વિમાન દેશમાં આવી જશે અને સાથે જ 2022 સુધીમાં 36 વિમાન ભારતને મળી જશે. આ સૌદો માત્ર 14 મહિનામા પુરો કરી લેવામાં આવ્યો. અમે રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં રાખીને સંરક્ષણ ક્ષેત્રના સૌદા કરીએ છીએ. 

Related posts

કોરોનાએ કડાકો બોલાવ્યો : ભારતના બે મોટા ઉદ્યોગપતિઓની સંપત્તિમાં કુલ 42,381 કરોડનો ઘટાડો

Mayur

રાકેશ અસ્થાનાની સામે લાંચ કેસમાં પુરતા પુરાવા હોવા છતાં આપવામાં આવી ક્લિનચીટ, સીબીઆઈ કોર્ટમાં ઘટસ્ફોટ

Arohi

દિલ્હી હિંસા : 150 સામે FIR, 630ની અટકાયત, કોંગ્રેસે બનાવી પાંચ સભ્યોની કમીટી

Mayur
Do NOT follow this link or you will be banned from the site!