GSTV
ANDAR NI VAT India News Trending

હુમલાખોર કાર્યકરોનું સન્માન, પ્રતિદિન કથળતી જતી રાજનીતિ આખરે ક્યાં લઈ જશે?

ભાજપ

રાજનીતિનું સ્તર દિવસે-દિવસે કથળતું જાય છે. અંતે તે ક્યાં જઈને અટકશે, તે કહેવું મુશ્કેલ બની ગયું છે. ભાજપે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ઘર પર હુમલો કરનારા કાર્યકરોનું સન્માન કર્યું હતું.

દિલ્હી ભાજપના અધ્યક્ષ આદેશ ગુપ્તાએ ભારતીય જનતા યુવા મોરચાના કાર્યકરોને ખેસ પહેરાવી તેમનું સન્માન કર્યું હતું. તેમનો ફોટો શેર કરીને ટ્વિટર પર લખ્યું કે હિંદુવિરોધી કેજરીવાલ વિરુદ્ધ પ્રદર્શન કરીને જેલ ગયેલા ભારતીય જનતા યુવા મોરચાના આઠ કાર્યકરોને 14 દિવસ બાદ જમાનત મળી છે. આજે પાર્ટી કાર્યાલયમાં આ યુવા ક્રાંતિકારીઓનું સ્વાગત કરવામાં આવ્યું, અમારો દરેક કાર્યકર હિંદુવિરોધી શક્તિ સામે સંઘર્ષ કરતો રહેશે. આમઆદમી પાર્ટીના નેતા આતિશીએ કહ્યું કે કેજરીવાલના ઘર પર હુમલો કરીને જેલમાં જનારા કાર્યકર્તાઓનું સન્માન કરીને ભાજપે દેશભરના કાર્યકરોને એવો સંદેશ આપ્યો છે કે જો તેઓ ગુંડાગર્દી કરશે તો તેમનું પણ સન્માન કરવામાં આવશે. આ કાર્યકર્તાઓ પર 30મી માર્ચે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના નિવાસસ્થાન બહાર પ્રદર્શન અને તોડફોડ કરવાનો આરોપ છે. ભારતીય જનતા યુવા મોરચાના અધ્યક્ષ સાંસદ તેજસ્વી સૂર્યાએ તે પ્રદર્શનનું નેતૃત્વ કર્યું હતું.

આપ નેતા આતિશીએ કહ્યું કે હાઈકોર્ટે આ કાર્યકરોને આસાનીથી જામીન આપ્યા નહોતા. તેમના કામ વિશે કડક ટિપ્પણી કરી હતી તેમ છતાં ભાજપે તેમનું સન્માન કર્યું. તે દર્શાવે છે કે ભાજપ ગુંડા અને લફંગાઓનું સન્માન કરતી પાર્ટી છે.

Read Also

Related posts

AAP રાષ્ટ્રીય પાર્ટી બનવા તરફ અગ્રેસરઃ ચૂંટણી પંચે ગોવામાં ‘પાર્ટી’નો દરજ્જો આપ્યો

GSTV Web Desk

આમ આદમી પાર્ટી ‘રેવડી કલ્ચર’ના સમર્થનમાં સુપ્રીમ કોર્ટમાં પહોંચી, ભાજપે ખેલ્યો છે આ દાવ

Hardik Hingu

એવું તે શું થયું, શા માટે નીતીશ કુમારે ફાડ્યો ભાજપ સાથે છેડો? જાણો અહીં

GSTV Web Desk
GSTV