સુરતની ઉધના રેલવે યાર્ડમાંથી મળેલી ગર્ભવતી મહિલાની લાશનો ભેદ ઉકેલાયો છે. ગર્ભવતી મહિલાની હત્યા પ્રેમી ભાણેજ દ્વારા કરવામાં આવી હોવાનો ખુલાસો થયો છે. 8 મહિનાના ગર્ભ સાથે મહિલાની ગળું દબાવીને હત્યા કરવામાં આવી હતી. LCB પોલીસે ભાણેજને બિહારથી ઝડપી પાડ્યો હતો. મામી અને ભાણેજ વચ્ચેના પ્રેમ સંબંધનો કરૂણ અંજામ આવ્યો હતો.

પોલીસ દ્વારા રેલવે સ્ટેશનના સીસીટીવી ફૂટેજના આધારે હત્યારાનું પગેરું મળી આવ્યું હતું. 19 માર્ચે વલસાડની ટ્રેનમાં ઉધના રેલવે સ્ટેશન ખાતે અન્ય એક યુવક અને બાળકી જોડે ઉતરી હોવાનું જાણવા મળ્યું હતું. જે સીસીટીવી ફુટેજના આધારે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.

પોલીસ અને એલસીબીની ટીમને આરોપીનું બિહાર ખાતેનું પગેરું મળતા એક ટીમ બિહારના ભોજપુર જવા રવાના થઈ હતી. જ્યાંથી લાલુકુમાર બિંદ નામના શખ્સને પોલીસે ઝડપી પાડયો હતો. આરોપીની પુછપરછ કરતા તેણે જ મહિલાની હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી.
READ ALSO:
- દાહોદમાં લૂંટના ઈરાદે હત્યા : ઝાલોદમાં બાઈકસવાર દંપતી પર લૂંટારૂઓએ હુમલો કરતા મહિલાનું મોત, પોલીસે તપાસ હાથ ધરી
- કેરળમાં હજી ચોમાસું પહોંચ્યું નથી, હવામાન વિભાગે કહ્યું- 3-4 દિવસનો થઈ શકે છે વિલંબ
- ઓડિશા ટ્રેન દુર્ઘટનાઃ મમતાએ મૃત્યુના આંકડા પર ઉઠાવ્યા સવાલ, રાહુલે માંગ્યું રેલવે મંત્રીનું રાજીનામું
- મહારાષ્ટ્ર : ચંદ્રપુરના કાનપા ગામ પાસે ખાનગી બસ અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં 5 લોકોના મોત
- 5 જૂન સોમવારનું પંચાંગ, જાણો દિવસ-રાતના શુભ ચોઘડિયાં