GSTV

‘ભારતીય અર્થતંત્રનો સૌથી કાળો દિવસ, કલમ 370 રદ્દ કરવાનું પરિણામ ભયાનક હશે’ : મહેબૂબા મુફ્તી

જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાના નિર્ણય પર પૂર્વ સીએમ મહેબૂબા મુફ્તી ભડક્યા છે. પીડીપી નેતા મહેબૂબા મુફ્તીએ ટ્વિટ કર્યુ કે, 1947માં બે રાષ્ટ્રના સિદ્ધાંતને રદ્દ કરવા અને ભારત સાથે જોડાવાના જમ્મુ-કાશ્મીર નેતૃત્વ નિર્ણયને પાછળ છોડી દીધો છે. ભારત સરકારનો ધારા 370ને રદ્દ કરવાનો નિર્ણય ગેરકાયદેસર, એકતરફી અને ગેરબંધારણીય છે. આ ભારતને જમ્મુ-કાશ્મીરમાં એક નિરંકુશ શક્તિ બનાવી દેશે.

મહેબૂબા મુફ્તીએ કહ્યુ કે, આ નિર્ણયના સમગ્ર ઉપમહાદ્વીપ માટે ભયંકર પરિણામ આવશે. ભારત સરકારના ઈરાદાઓ સ્પષ્ટ છે.તેઓ જમ્મુ કાશ્મીરના લોકોને ડરાવીને તેમની જમીને લેવા ઈચ્છે છે. ઉલ્લેખનિય છે કે, આજે જમ્મુ કાશ્મીરને લઈને કેન્દ્ર સરકાર કોઈ નિર્ણય લે પહેલા જ મહેબૂબા મુફ્તી અને ઓમર અબ્દુલાને નજર કેદ કરાયા હતા.

જમ્મુ કાશ્મીરની સ્થિતિને લઈને છેલ્લા પાંચ દિવસથી દેશભરના લોકોની નજર ત્યાં મંડાયેલી છે. ધીમે ધીમે સેનાનો પણ ત્યાં ખડકલો કરી દેવમાં આવ્યો જેથી આતંકીઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો. સાથે જ જમ્મુ કાશ્મીરના બે મોટા નેતા પીડીપીના મહેબૂબા મુફ્તી અને ઓમર અબ્દુલ્લાને નજર કેદ કરવામાં આવ્યા હતા. વિપક્ષ સહિત દેશભરના લોકો મોદી સરકાર કાશ્મીર અંગે શું કરવા માગે છે તેની કાગડોળે રાહ જોઈ રહી હતી. ત્યારે આ વિશે રાજ્યસભામાં અમિત શાહે જમ્મુ કાશ્મીર અંગે જવાબ આપ્યો.

આ સાથે જ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આર્ટિકલ 370માં ફેરફારની મંજૂરી આપી દીધી છે. જેથી હવે નવા કાશ્મીરનું સર્જન થશે. આખરે 72 વર્ષ બાદ રાજ્યસભા સદનમાં ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે.

તેમણે વિપક્ષ નેતા ગુલામ નબી આઝાદને જવાબ આપ્યો હતો કે, તમામ વસ્તુઓ કાશ્મીર મુદ્દા પર જ છે. સરકાર જમ્મુ કાશ્મીર મુદ્દે ચાર બિલ લઈને આવી છે.

અમિત શાહે પોતાના ભાષણમાં અનુચ્છેદ 370ની કલમ વિશે વાત કરી હતી અને આર્ટિકલ 370 હટાવવાનો સંકલ્પ રજૂ કર્યો.અમિત શાહે ગૃહમાં જ્યારે પ્રસ્તાવ રજૂ કર્યો એ સાથે જ વિપક્ષે હોબાળો મચાવ્યો હતો અને વિરોધ વ્યક્ત કર્યો હતો. અમિત શાહે કલમ 370 હટાવવાની ભલામણ કરી હતી.

Read Also

Related posts

56 ઈંચની છાતીવાળા પાસે ચીન માટે બોલવા એક શબ્દ નથી, રાહુલ ગાંધીએ પીએમ મોદી પર કર્યા આકરા પ્રહારો

Karan

બજેટ 2021: આવકવેરા કલમ 80C હેઠળ કરની મર્યાદા 2.5 લાખ થાય, 2014થી નથી થયો બદલાવ

Sejal Vibhani

‘વાહ’ અમદાવાદીઓ / દેશના ટોચના શહેરોમાં અમદાવાદનો આવ્યો નંબર, કવોલિટી ઓફ લાઈફની દ્રષ્ટીથી યાદીમાં થયો સમાવેશ!

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!