GSTV

કેરળ, પંજાબ અને રાજસ્થાન બાદ હવે આ રાજ્યમાં CAAની સામે પ્રસ્તાવ પાસ

પશ્ચિમ બંગાળની વિધાનસભાએ નાગરિકતા સંશોધન કાયદા વિરૂદ્ધ પ્રસ્તાવ પાસ કર્યો છે. પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને ટીએમસી અધ્યક્ષા મમતા બેનર્જીએ કહ્યું કે સીએએ જનવિરોધી છે, આ કાયદાને તાત્કાલિક અસર હેઠળ રદ કરવો જોઈએ.

મમતા બેનર્જીએ વધુમાં કહ્યું કે તુચ્છ મતભેદોને દૂર રાખીને અને દેશને બચાવવા માટે એકજૂટ થવાનો સમય આવી ગયો છે. આ ઉપરાંત મમતાએ કહ્યું કે જો ભાજપ ઈચ્છે તો મારી સરકારને બર્ખાસ્ત કરી શકે છે. સીએએ વિરૂદ્ધ પ્રસ્તાવમાં કેન્દ્ર સરકારને સીએએ રદ કરવા, એનઆરસી અને એનપીઆરની યોજનાને નિરસ્ત કરવાની અપીલ કરાઈ છે.

આ કાયદો રાજ્યમાં સત્તારૂઢ પાર્ટી અને ભાજપ વચ્ચે તકરારનો નવો મુદ્દો બનીને ઊભરી રહ્યો છે. પશ્ચિમ બંગાળ પહેલાં કેરળમાં 31 ડિસેમ્બરે, પંજાબમાં 17 જાન્યુઆરી અને રાજસ્થાનમાં 25 જાન્યુઆરીએ વિધાનસભામાં સીએએ વિરૂદ્ધ પ્રસ્તાવ પાસ કરાયો છે. કેરળમાં લેફ્ટની સરકાર છે જ્યારે પંજાબ અને રાજસ્થાનમાં કોંગ્રેસ સત્તા પર છે.

નાગરિકત્વનો કાયદો શું છે

નોંધપાત્ર વાત એ છે કે સંસદના બંને ગૃહોમાં નાગરિકતા સુધારો કાયદો પસાર કરવામાં આવ્યો છે. ત્યારબાદ રાષ્ટ્રપતિની પણ તેના પર મહોર લગાવાઈ ગઈ છે. ત્યારબાદથી સતત તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. નાગરિકત્વ કાયદામાં પડોશી અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં રહેતા ત્રસ્ત હિંદુઓ, શીખ, ખ્રિસ્તીઓ અને પારસીઓને નાગરિકત્વ આપવાની જોગવાઈ છે, જ્યારે મુસ્લિમોને તેમાંથી બાકાત રાખવામાં આવ્યા છે.

READ ALSO

Related posts

ગર્લફ્રેન્ડ સાથે પહેલી વારની ડેટમાં રાખો આ ધ્યાન, કાયમ મારે થઈ જશે તમારી….

Karan

ખાલી વાતો કરવાથી કશું ન થાય/ આ મહિલાએ નોકરી છોડી ઘરેથી બિઝનેસ શરૂ કર્યો, આજે દરરોજ કમાય છે 10,000 રૂપિયા

Pravin Makwana

દુનિયામાં જીવવા માટે આપણી પાસે બસ આટલો સમય છે, જુઓ આ ઘડિયાળમાં કેટલો સમય જીવતા રહીશું આપણે

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!