GSTV

ધ્રાંગધ્રાની નગરપાલિકાના સભ્યોએ રાજીનામું પરત ખેંચ્યુ, આ નેતાએ કરી મધ્યસ્થી

સુરેન્દ્રનગરના ધાંગ્રધાની નગરપાલિકાના બીજેપીના બે સભ્યોએ રાજીનામું પરત ખેંચ્યુ છે. ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ આઈ.કે.જાડેજાની મધ્યસ્થી દ્વારા બંને સભ્યોએ પોતાના રાજીનામાં પરત ખેંચ્યા છે. પોતાના જ વોર્ડમાં પાણી સહિતના વિકાસના કામો ન થતા હોવાનો આક્ષેપ સાથે ગઈકાલે વોર્ડ નંબર ત્રણના મણીલાલ પ્રજાપતિ અને જીતુભાઈ કપાસીએ રાજીનામું આપ્યુ હતુ. મહત્વપૂર્ણ છે કે પાલિકામાં ભાજપની જ સત્તા છે એવામાં ભાજપના જ સભ્યો વિકાસના કામોને લઈને રાજીનામું આપતા સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો હતો. આ મામલાને ગંભીરતાથી લઈને પ્રદેશ ઉપાધ્યક્ષ આઈ.કે.જાડેજાએ મધ્યસ્થી કરી હતી અને મામલો થાળે પાડ્યો હતો.

READ ALSO

Related posts

રાહુલ તિવેટીયાએ એક ઓવરમાં પાંચ સિક્સર ફટકારી, અગાઉ આ બેટ્સમેનોએ ફટકાર્યા હતા છગ્ગા

Mansi Patel

ખેડૂતોની આવકનો આંકડો જ સરકાર પાસે નથી કારણ કે એ સંતાડવા પડે એવા છે

Mansi Patel

બિહારમાં ચિરાગ પાસવાનને એનડીએ છોડવા ભડકાવી રહ્યાં છે નીતિશ, ભાજપને પણ આ નિર્ણય ખૂંચ્યો

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!