GSTV
Home » News » સાબરકાંઠાઃ ઢૂંઢરમાં દોઢ વર્ષની બાળકી સાથે દુષ્કર્મનો પડઘો ગાંધીનગર સુધી પડ્યો

સાબરકાંઠાઃ ઢૂંઢરમાં દોઢ વર્ષની બાળકી સાથે દુષ્કર્મનો પડઘો ગાંધીનગર સુધી પડ્યો

સાબરકાંઠા જિલ્લાના ગાંભોઈના ઢૂંઢર ગામે દોઢ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ મામલાની ગંભીર નોંધ ગાંધીનગર કક્ષાએ લેવાઈ છે. રાજ્ય મહિલા આયોગે તપાસ ના આપ્યા આદેશ આપ્યા છે. અને પોલીસ પાસે રિપોર્ટ પણ માંગ્યો છે. જરૂર પડે આયોગની ટીમ પીડિત પરિવાર સાથે મુલાકાત કરી શકે છે.

ઉલ્લેખનિય છે કે, ગઈકાલે સાંજના સુમારે બાળકી પર ફેક્ટરીમાં કામ કરતા મજુરે દુષ્કર્મ આચર્યુ હોવાનો આરોપ લાગ્યો હતો. બાળકીની તબીયત વધુ નાજૂક લાગતા સારવાર માટે અમદાવાદ સિવિલ ખસેડાઈ છે. જે બાદ ગુસ્સે ભરાયેલા ગ્રામજનોએ ઉશ્કેરાઈને ફેક્ટરીમાં તોડફોડ કરી હતી. અને આગચંપી કરી હતી.

આજે ઉચ્ચ પોલીસ અધિકારીઓ દોડી આવ્યા. રેન્જ આઈજી, જિલ્લા પોલીસ વડા,એલસીબી,એસઓજી સહિતનો મોટો કાફલો સવારે ઘટનાસ્થળે પહોંચ્યો હતો. અને સમગ્ર ઘટનાનું નિરીક્ષણ કર્યું હતું. જે સ્થળે દુષ્કર્મ થયાનો આક્ષેપ લાગ્યો ત્યાં પણ પોલીસ અધિકારીઓએ પહોંચીને નિરીક્ષણ કર્યું હતું.

Related posts

Chandrayaan 2: મંગળવારે લોન્ચ નહી, જાણો અંતરિક્ષ એજન્સીઓની અનોખી માન્યતાઓ

Path Shah

ગર્વની પળ : પીએમ મોદીએ Live નિહાળ્યું ચંદ્રયાન-2નું લૉન્ચિંગ, Tweet કરીને પાઠવી શુભેચ્છા

Bansari

ચંદ્રયાનના લોન્ચિંગ બાદ ઈસરોના ચેરમેને ટીમને અભિનંદન આપ્યા

Mayur
Do NOT follow this link or you will be banned from the site!