હમણાં ઘણા સમયથી PG બાબતે હોબાળો ચાલી રહ્યો છે. જ્યારથી અમદાવાદના નવરંગુરા વિસ્તારમા PGકાંડ થયો છે. ત્યારથી ગેરકાયદેસર PG મામલે લોકો રજૂઆત કરી રહ્યા છે. જેમાં અમદાવાદના અન્ય એક વિસ્તારમાં નવો કિસ્સો સામે આવ્યો છે. મેમનગર વિસ્તારમાં ચંદ્રમુખી સોસાયટીના રહીશોએ હોબાળો મચાવ્યો છે. જેમાં રહીશોએ આક્ષેપ કર્યો કે તેમના વિસ્તારમાં ગેરકાયદેસર પીજી ચાલે છે. અનેક વખત નોટિસ આપવા છતા પીજી ખાલી નથી કરાતુ. આ સાથે રહિશોએ આક્ષેપ કર્યો કે પીજીમાં રહેતા યુવકો અનેક વખત દારૂ પીને આવે છે.

અમદાવાદમાં PG ના નામે ગોરખધંધા ચાલી રહ્યા હોવાની વાત સામે આવી છે. PGમાં રહેતી યુવતીઓ દારૂ અને સિગરેટનું સેવન કરતી હોવાનો આક્ષેપ સ્થાનિકોએ લગાવ્યો છે. અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં ચાલતા વધુ એક PG સંચાલકનો વીડિયો વાઈરલ થયો છે. વીડિયોમાં પીજી સંચાલક સ્થાનિકોને ધમકી આપી રહ્યો છે. સાથે જ સ્થાનિકો સાથે અપશબ્દો બોલી રહ્યો છે. જોકે PG સંચાલકનો એક ઓડીઓ પણ વાયરલ થયો છે તેમા તે સ્થાનિક મહિલા સાથે બિભસ્ત વર્તન કરી રહ્યો છે. PG સંચાલકને સ્થાનિકોને પાણી બંધ કરવાની ધમકીઓ આપી રહ્યો છે. સ્થાનિકોનો ત્રાસ આપતો હોવાનો આક્ષેપ છે.

PGમાં રહેતી યુવતીઓનો પણ ત્રાસ હોવાનો આરોપ સ્થાનિકો કરી રહ્યા છે. gstv સાથે રાજહંસ પાર્કમાં રહેતા સ્થાનિકો એ વાતચીત કરતા જણાવ્યું હતું કે તે અનેકવાર કલેક્ટર, પોલીસ,એ.એમ.સી અને સરકાર સહિત રાજ્યપાલને લેખિતમાં રજુવાત કરી ચુક્યા છે. પરંતુ તેમની કોઈ વાત સાંભળતું નથી. તેમના જણાવ્યા પ્રમાણે અહીંયા રહેતી યુવતીઓ તેમને હેરાન પરેશાન કરે છે અને દારૂ અને સિગરેટનું સેવન પણ કરે છે.
READ ALSO
- આણંદ / બોરસદના વાસણા ગામની પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજનના અનાજમાં જીવાત નીકળી
- અમદાવાદ / મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ આંધ્ર મહાસભાના ડાયમંડ જ્યુબિલી સોવેનિયરનું વિમોચન કર્યું
- VIDEO : અજગર સામે થથરી ગયો જંગલનો રાજા, ઉભી પૂંછડીએ ભાગ્યો સિંહ
- અરવલ્લી / બાયડમાં કોજણકંપા ગામના પ્રગતિશીલ ખેડૂતે આમળા સાથે જામફળની ખેતી કરી નવો ચીલો ચીતર્યો
- VIDEO : ચીનમાં ભયાનક અકસ્માત : 10 મિનિટમાં અથડાયા 46 વાહનો, 16 મોત, 66 ઈજાગ્રસ્ત