સુરતમાં પાણીના બિલને લઈ લોકોમાં રોષ, સ્થાનિકોએ બિલની હોળી કરી નાખી

સુરત કોર્પોરેશન દ્વારા આપવામાં આવતા પાણી બિલ સામે લોકોનો રોષ ભભૂક્યો છે. સુરતના મોટા વરાછાના રહીશોએ પાણી બીલની હોળી કરી આક્રોશ ઠાલવ્યો છે. મોટી સંખ્યામાં મહિલાઓના મોરચાએ પાણી બીલમાં મીટર પ્રથા બંધ કરવાની માંગ સાથે થાળી-વેલણ વગાડી વિરોધ નોધાવ્યો. મોટા વરાછાની સોસાયટીઓમાં પાણી બીલમાં વ્યાજ સહિત બમણું બિલ આવતા લોકોમાં રોષ છે. જળ માટે જંગ, મીટર પ્રથા બંધ નામના કાર્યક્રમ અંતર્ગત સોસાયટીના તમામ લોકોએ પાણી બિલ સ્વયંભૂ બ્લોક કર્યા છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter