GSTV
World

Cases
2986380
Active
2350031
Recoverd
355626
Death
INDIA

Cases
86110
Active
67692
Recoverd
4531
Death

ગુજરાતમાં 10 ટકા રેક્ટર સ્કેલનો અનામત ભૂકંપઃ જુઓ કોણ શું કહે છે

લોકસભા ચૂંટણી પહેલા કેન્દ્રની મોદી સરકારે માસ્ટરસ્ટ્રોક માર્યો છે. અને આર્થિક રીતે કમજોર વર્ગને 10 ટકા અનામતની જાહેરાત કરવામાં આવી છે. તેમજ આવતીકાલે સંસદમાં સંશોધિત બિલ રજૂ કરાશે. આજે કેન્દ્રિય કેબિનેટની બેઠક મળી હતી. જેમાં આર્થિક રીતે નબળા વર્ગને શૈક્ષણિક સંસ્થાઓ અને સરકારી નોકરીમાં 10 ટકા અનામતનો નિર્ણય કરવામાં આવ્યો. ઉલ્લેખનિય છે કે વર્ષ 2018માં એસસી-એસટી એક્ટને લઈને મોદી સરકાર સુપ્રીમ કોર્ટના ચુકાદાને પલટી દીધો હતો. જે બાદ સવર્ણ વર્ગ ઘણો નારાજ જોવા મળ્યો હતો.

ત્યારે આજે કેન્દ્રીય કેબિનેટમાં આર્થિક રીતે પછાત વર્ગને નોકરીમાં 10 ટકા અનામતનો નિર્ણય કર્યો છે. અને આવતીકાલે મોદી સરકાર સંસદમાં સંશોધન બિલ પ્રસ્તાવ રજૂ કરશે. ઉલ્લેખનિય છે કે, મંગળવારે સંસદના શિયાળુ સત્રનો અંતિમ દિવસ છે.

કેન્દ્રીય કેબિનેટે સવર્ણોને 10 ટકા અનામત આપવાની જાહેરાત કરતા કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયાએ જણાવ્યું કે, ભાજપ સરકાર ચાડા ચાર વર્ષ સુધી ક્યા ગઈ હતી. ચૂંટણી આવી એટલે ભાજપને સવર્ણોની યાદ આવી છે. ભાજપે રામ મંદિર, કાળુ નાણુ પરત લાવવા અને બેંક ખાતામાં 15 લાખ રૂપિયા જમા કરાવવાનો વાયદો કર્યો હતો. ભાજપ હમેશા પ્રજાને લોલીપોપ આપ્યો છે. અને હવે ફરીવાર લોલીપોપ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

ભાજપે સવર્ણોને અનામતની જાહેરાતને આવકારી છે. ભાજપના નેતા આઈ.કે. જાડેજાએ કહ્યું છે કે સરકારના આ નિર્ણયથી આર્થિક રીતે પછાત વર્ગને લાભ થશે. દેશમાં સામાજિક સમરસતા વધશે.

તો કોંગ્રેસે સવર્ણોને અનામતની જાહેરાતને ચૂંટણીલક્ષી ગણાવી છે. ભરતસિંહ સોલંકીએ કહ્યું છે કે ચૂંટણી આવતા ભાજપને ઈબીસી અનામતની યાદ આવી છે. સરકાર આપેલા વચનો નિભાવે તો સારું.

ભાજપના નેતા વરૂણ પટેલે અનામતની જાહેરાત અંગે જણાવ્યું હતું કે, અનામત અંગે સરકારે ઐતિહાસિક નિર્ણય લીધો છે. આ નિર્ણયથી સવર્ણનો ફાયદો થવાનો છે. આ ચૂંટણીલક્ષી નિર્ણય નથી. સરકારે હમેશા તમામ વર્ગના નાગરિકોની ચિંતા કરી છે. જેથી તમામ રાજકીય પાર્ટીઓએ કેન્દ્ર સરકારના નિર્ણને આવકારવો જોઈએ.

તો આ તરફ અલ્પેશ ઠાકોર પણ અનામતના મુદ્દે સામે આવી ગયા છે. તેમણે કહ્યું કે ગરીબોને કંઈ મળતું હોઈ તો અમને વાંધો નથી. પરંતુ જે સમાજને અનામત મળ્યું છે તેનું પહેલા યોગ્ય અમલીકરણ થવું જોઈએ.

Related posts

કોરોનામાં કારગત સાબિત ન થઈ એલોપેથી દવા : આર્યુવેદ જ બન્યુ આશાર્વાદ, 157 દર્દી થયા સાજા

Nilesh Jethva

પરિવર્તનનો પવન ફૂંકાયો : હાઇકોર્ટે ધોકો પછાડ્યો અને અમદાવાદનું સિવિલ તંત્ર થયું દોડતું

Nilesh Jethva

લોકડાઉનમાંથી હવે ભગવાનને મળશે છૂટ, આ તારીખથી ગુજરાતમાં ખૂલી શકે છે મંદિરો

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!