GSTV
Home » News » 10 હજાર રૂપિયા સુધીનાં ટ્રાન્ઝેક્શનની બદલાવવાની છે વ્યવસ્થા? RBIએ આપ્યો પ્રીપેડ કાર્ડનો પ્રસ્તાવ

10 હજાર રૂપિયા સુધીનાં ટ્રાન્ઝેક્શનની બદલાવવાની છે વ્યવસ્થા? RBIએ આપ્યો પ્રીપેડ કાર્ડનો પ્રસ્તાવ

ભારતીય રિઝર્વ બેંકે ગુરૂવારે એક પ્રીપેડ ચૂકવણી કાર્ડ લેવાનો પ્રસ્તાવ આપ્યો છે. જેને ઉપયોગ 10,000 રૂપિયા સુધીનાં માલ અને સેવાઓની ખરીદી માટે માટે કરવામાં આવે. ચાલુ નાણાકીય વર્ષની પાંચમી દ્વિમાસિક મોનિટરી પોલિસી રિવ્યૂ જાહેર કર્યા બાદ RBIએ કહ્યુ ડિજીટલ ચૂકવણીને પ્રોત્સાહન આપવામાં પ્રીપેડ સિસ્ટમની મહત્વની ભૂમિકા છે. નવી સેવા આ સિસ્ટમ તેના ઉપયોગની સુવિધામાં વધારો કરશે.

નિવેદન મુજબ, એક નવા પ્રકારની પ્રીપેડ ચૂકવણી સિસ્ટમને રજૂ કરવામાં આવશે. તેનો ઉપયોગ 10,000 રૂપિયા સુધીનાં માલ તથા સેવાઓની ખરીદી માટે કરવામાં આવશે. તેમણે કહ્યુકે, આ રીતની પ્રિપેડ સિસ્ટમ શરૂ કરવી અને તેના ખાતામાં પૈસા ભરવા ફક્ત બેંકના માધ્યમથી જ થઈ શકશે. તેનો ઉપયોગ બિલોની ચૂકવણી અથવા દુકાનદારોને ચૂકવણી કરવા માટે કરવામાં આવશે.

રિઝર્વ બેંકે કહ્યુકે, આ સંબંધમાં તે 31 ડિસેમ્બર, 2019માં ગાઈડલાઈન જાહેર કરશે. વર્તમાનમાં દેશમાં પ્રીપેડ ચૂકવણી સેવા હેઠળ બેંક ખાતા અથવા ક્રેડિટ કાર્ડથી પ્રણાલીમાં પૈસા રાખવામાં આવે છે. તેની માસિક સીમા 50,000 રૂપિયા છે. હાલ બેંકો અને નોન બેંકિંગ એકમોને આ પ્રકારનાં કાર્ડ રજૂ કરવાની અનુમતિ છે.

વર્તમાનમાં દેશમાં ત્રણ પ્રકારનાં પ્રિપેડ ચૂકવણી સિસ્ટમ ઉપલબ્ધ છે.તેના સિવાય રિઝર્વ બેંકે આંતરરાષ્ટ્રીય નાણા સેવા કેન્દ્રની બેંકિંહ એકમોને તેનાં કોર્પોરેટ ગ્રાહકો માટે વિદેશી મુદ્રામાં લેણદેણ વાળા ચાલુ ખાતા ખોલવાની પણ અનુમતિ આપે છે. તેનાંથી તેમને ઓપરેટિંગમાં મદદ થશે.

READ ALSO

Related posts

મોદી સરકારના મંત્રીનો દાવો, આ લક્ષ્યાંક પૂરો થશે તો દેશમાંથી થઈ જશે ગરીબી નાબૂદ

Mayur

શાહી મહેલ જેવી આ હોટલમાં આજની રાત વિતાવશે ટ્રમ્પ-મેલાનિયા, તમે વર્ષે પણ નહીં કમાતા હોવ એટલું છે એક રાતનું ભાડુ

Bansari

ટ્રમ્પની મુલાકાત સમયે આતંકીઓ ભારતમાં ઘૂસ્યા, હાઈએલર્ટ જાહેર

Mayur
Do NOT follow this link or you will be banned from the site!