ઉબડખાબડ આર્થિક વિકાસને ટેકો આપવા માટે ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઈ) પોલિસી રેટમાં 25 બેસિસ પોઇન્ટ અથવા 0.25 ટકાનો ઘટાડો કરી શકે છે. ઇકોનોમિક ટાઇમ્સ દ્વારા કરાયેલા સર્વેમાં 21 સહભાગીઓએ આ અંદાજ આપ્યો છે. રિપોર્ટ અનુસાર, જો આવું થાય, તો તમારી લોનના EMI ઓછા થઈ શકે છે. ગયા શુક્રવારે જારી કરાયેલા આંકડા મુજબ, નાણાકીય વર્ષના બીજા ક્વાર્ટરમાં જીડીપી ગ્રોથ 4.5% હતો, જે લગભગ છ વર્ષમાં સૌથી નીચો છે.

નોંધનિય છે કે, આગામી 5મી ડિસેમ્બર શુક્રવારના રોજ રિઝર્વ બેન્કની ધિરાણનીતી જાહેર થશે જેમાં ફરી એક વખત વ્યાજદર ઘટવાની વ્યાપક આશા રાખવામાં આવી રહી છે. આઈસીઆઈસીઆઈ બેંકના ગ્લોબલ માર્કેટ્સ હેડ બી પ્રસન્નાએ જણાવ્યું હતું કે, મારા મત મુજબ આરબીઆઈનું સંપૂર્ણ ધ્યાન કુલ માંગમાં ઘટાડા પર હોઈ શકે છે. બોન્ડ માર્કેટમાં રેટ કટનો લાભ મેળવવા માટે દરને વધુ ઘટાડવા માટે માર્ગદર્શન આપવું જરૂરી છે. રેપો એ દર છે કે જેના પર બેન્કો નજીકના ગાળા માટે આરબીઆઈ પાસેથી લોન લે છે અને હાલમાં તે 5.15% છે.

એચડીએફસી બેંકના ચીફ ઇકોનોમિસ્ટ અભિક બરુઆએ કહ્યું, “ધ્યાન ફક્ત રેટ કટ પર નહીં, પરંતુ તેનો ફાયદો અંતિમ છેડા સુધી પહોંચવા પર રહેશે.” વધુ ફ્લોટિંગ લોન રેટ્સને બેંચમાર્ક રેટ સાથે જોડવાની કવાયત હોઈ શકે છે. પોલિસી રેટના ઘટાડા પ્રમાણે મની માર્કેટ રેટ પણ ઘટતા રહે છે.

આ વર્ષે જાન્યુઆરીથી, આરબીઆઈના રેપો રેટમાં 135 બેસિસ પોઇન્ટનો ઘટાડો કરવામાં આવ્યો છે, પરંતુ શશીકાંત દાસે આરબીઆઈ ગવર્નર તરીકેનો હવાલો સંભાળ્યો ત્યારથી, બેન્કોના માર્જિનલ કોસ્ટ ઓફ ફંડ બેસ્ડ લેન્ડિંગ રેટ (એમસીએલઆર)માં 40 બેસિસ પોઇન્ટનો નજીવો ઘટાડો થયો છે. છે. 100 બેસિસ પોઇન્ટ 1 ટકા પોઇન્ટ બરાબર છે. બેન્ક ઓફ અમેરિકાના ભારતીય ઇકોનોમિસ્ટ, ઇન્દ્રનીલ સેન ગુપ્તાએ જણાવ્યું હતું કે, “મુખ્ય જથ્થાબંધ ફુગાવાને કારણે વાસ્તવિક ધિરાણ દરમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ જોતા રિઝર્વ બેન્ક રેપો રેટમાં વધુ ઘટાડો કરી શકે છે.
READ ALSO
- નિર્ભયા ગેંગરેપના નરાધમોને ફાંસી આપવાની સરકારે તૈયારીઓ શરૂ કરી
- વડોદરા દુષ્કર્મ મામલે પોલીસ કમિશનરે પ્રેસ કોન્ફરન્સ યોજી આપી આ માહિતી
- સાત ખલાસીઓ સાથે ઓખાની બોટ અરબી સમુદ્રમાં લાપતા, શોધખોળ ચાલું
- પશુપાલકો આનંદો, અમુલ ડેરીએ દુધની ખરીદીમાં પ્રતિ ફેટે કર્યો આટલો વધારો
- ‘મોબાઇલ ખરીદો અને ડુંગળી ફ્રીમાં લઇ જાઓ’ ગ્રાહકોને આકર્ષવા દુકાનદાર લાવ્યો જબરદસ્ત ઑફર