GSTV
Home » News » ગુજરાતમાં પટેલોની માગથી વધુ મરાઠા સમુદાયને મળશે અનામત

ગુજરાતમાં પટેલોની માગથી વધુ મરાઠા સમુદાયને મળશે અનામત

મરાઠા અનામત મામલે મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવિસે એક સર્વપક્ષીય બેઠક બોલાવી હતી. મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવિસે એલાન કર્યું છે કે તેમની સરકાર મરાઠા સમુદાયના લોકોને અનામત આપશે. મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવિસે કહ્યું કે તેઓ 52 ટકા અનામતમાં કોઈપણ પ્રકારનો ફેરફાર કર્યા વગર મરાઠા સમુદાયના લોકોને અલગ અનામતની જોગવાઈ કરવામાં આવશે. તેમણે કહ્યું છે કે મરાઠા સમુદાયને સ્વતંત્ર રીતે અનામત આપવામાં આવશે. આ નિર્ણયને લઈને તેમની સરકાર પ્રતિબદ્ધ છે.

સરકારે નિર્ણય કર્યો છે કે મરાઠા સમાજને 16 ટકા અનામત મળશે. પ્રધાનમંડળની ઉપસમિતિની બેઠકમાં મરાઠા સમાજને 16 ટકા અનામત આપવાની ચર્ચા કરવામાં આવી છે. કોંગ્રેસની સરકારમાં રચાયેલી કમિટીએ મરાઠા સમુદાયના લોકોને 16 ટકા અનામત આપવાની ભલામણ કરવામાં આવી હતી. જણાવવામાં આવે છે કે સમાજીક અને શૈક્ષણિક આધાર પર મૂલ્યાંકન કરીને મરાઠા સમુદાયને અનામત આપવામાં આવશે.

ગુરુવારે આ અનામત બિલને મહારાષ્ટ્ર વિધાનસભામાં રજૂ કરવામાં આવશે. અનામતની માગણીને લઈને મરાઠા સમુદાયા ગત એક વર્ષમાં બે મોટા આંદોલન કરી ચુક્યો છે. આ પહેલા મરાઠા સમુદાય માટે અનામતની ભલામણ કરનારા રાજ્ય પછાત વર્ગ પંચનો રિપોર્ટ મહારાષ્ટ્ર વિધાનસભામાં રજૂ કરવાના મામલે મંગળવારે ગૃહની કાર્યવાહી બે વખત સ્થગિત કરવામાં આવી હતી. વિપક્ષ કોંગ્રેસ અને એનસીપી ગત સપ્તાહથી રિપોર્ટને વિધાનસભામાં રજૂ કરવાની માગણી કરી રહ્યા છે.

મહારાષ્ટ્ર વિધાનસભાના સ્પીકર હરિભાઉ બાગડેએ મંગળવારે ગૃહની બેઠક શરૂ થતાની સાથે જ પ્રશ્નકાળની ઘોષણા કરી હતી. ત્યારે ગૃહમાં કોંગ્રેસના ઉપનેતા વિજય વડ્ડેટિવારે ગૃહને દશ મિનિટ માટે સ્થગિત કરવાનો અનુરોધ કર્યો હતો. કારણ કે વિધાનસભા પરિસરમાં વિભિન્ન પક્ષોના નેતાઓની બેઠક ચાલી રહી હતી. બાગડેએ બાદમાં નીચલા ગૃહની કાર્યવાહીને દશ મિનિટ માટે સ્થગિત કરી હતી. બાદમાં ગૃહની કાર્યવાહી શરૂ થવા પર પીઠાસીન સુભાષ સાબનેએ ગૃહની બેઠક બપોરે સવા બાર વાગ્યા સુધી સ્થગિત કરી હતી. સાબને ગૃહમાં આવીને ફરીથી કાર્યવાહી સ્થગિત કરવાની ઘોષણા કરી હતી.

Related posts

આ 5 મહિલા પર આધારિત છે મિશન મંગલ, બે સાયન્ટિસ્ટનો ગુજરાત સાથે છે આ રીતે નાતો

Mayur

ટુ-જીની સ્પીડ સાથે જમ્મુમાં ફરી શરૂ કરાઈ ઈન્ટરનેટ સેવા

Arohi

દેશભરના અનેક રાજ્યમાં ભારે વરસાદ અને પૂર, 241થી વધારે લોકોના મોત

Arohi
Do NOT follow this link or you will be banned from the site!