GSTV
World

Cases
4973887
Active
6735818
Recoverd
554835
Death
INDIA

Cases
276685
Active
495513
Recoverd
21604
Death

સવર્ણો, ગરીબો માટેના નિર્ણયને કોંગ્રેસે આપ્યો ટેકો, તો રોજગારી મુદ્દે ખેંચી ટાંગ

આર્થિકપણે નબળા સામાન્ય વર્ગના લોકોને સરકારી નોકરીઓ અને શિક્ષણમાં દશ ટકા અનામત આપવાના સરકારના નિર્ણયને કોંગ્રેસે ટેકો આપ્યો છે. કોંગ્રેસે કહ્યું છે કે ગરીબોના બાળકોને અનામત માટે તેઓ પુરો સહકાર અને સમર્થન આપશે. પરંતુ મોદી સરકારે જવાબ આપવો પડશે કે તેઓ યુવાનોને રોજગાર ક્યારે આપશે. કોંગ્રેસે સરકાર દ્વારા આર્થિક પછાતોને અનામત માટેના નિર્ણયના સમય પર પણ સવાલ ઉભો કર્યો છે.

કોંગ્રેસે દાવો કર્યો છે કે લોકસભા ચૂંટણીના ગણતરીના મહિનાઓ પહેલા આ નિર્ણયને લઈને વડાપ્રધાનની નિયત પર સવાલ ઉભો થાય છે અને આશંકા પેદા થાય છે કે ક્યાંક આ એલાન પણ જુમલો સાબિત થાય નહીં. કોંગ્રેસના મીડિયા પ્રભારી રણદીપ સૂરજેવાલાએ કહ્યુ છે કે કોંગ્રેસ હંમેશાથી આર્થિકપણે પછાત સામાન્ય વર્ગના લોકોના અનામત અને ઉત્થાનની સમર્થક રહી છે. દલિતો, આદિવાસીઓ અને પછાત વર્ગના અનામતની સાથે કોઈપણ પ્રકારની છેડછાડ કર્યા વગર આર્થિક રીતે પછાત ગરીબોના બાળકોને શિક્ષણ અને રોજગારમાં અનામત મળે. કોંગ્રેસ આમા સમર્થન અને સહયોગ આપશે.

સૂરજેવાલાએ સવાલ કર્યો છે કે જ્યારે લોકસભાની ચૂંટણી નજીક આવી ગઈ છે. ત્યારે આર્થિકપણે પછાત લોકોની યાદ શા માટે આવી? આને કારણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નિયત પર સવાલ ઉભો થાય છે. તેમણે દાવો કર્યો છે કે ગબ્બરસિંહ ટેક્સથી બે કરોડ રોજગાર સમાપ્ત થયા અને વેપાર-ધંધા ચોપટ થઈ ગયા. એ પણ સાચું છે કે આજે રોજગાર ઉપલબ્ધ નથી અને લોકોના ઉપલબ્ધ રોજગાર જઈ રહ્યા છે. દર વર્ષે બે કરોડ રોજગાર આપવાનો વાયદો કરીને સત્તામાં આવેલા મોદી ચાર વર્ષ અને આઠ માસમાં નવ લાખ લોકોને પણ રોજગાર આપી શક્યા નથી.

સૂરજેવાલાએ કહ્યુ છે કે કોંગ્રેસનું માનવું છે કે આર્થિકપણે પછાત લોકોના બાળકોને શિક્ષણ અને રોજગારમાં હિસ્સેદારી મળવી જોઈએ. માટે તેઓ આના સંદર્ભે ઉઠાવવામાં આવેલા દરેક પગલાને ટેકો આપશે અને સહયોગ કરશે. તેઓ એમ પણ કહેવા ચાહે છે કે પીએમ મોદી નોકરીઓમાં અનામત આપશે, પરંતુ યુવાનો કહી ર્હયા છે કે નોકરીઓ પણ આપો. ક્યાંક અનામતનો આ વાયદો પણ જુમલો બની જાય નહીં.

Related posts

50 કરોડ મજૂરોને મોદી સરકાર આપશે મોટી રાહત, લધુત્તમ વેતનના કાયદામાં થયા આ ફેરફાર

Arohi

ગેંગસ્ટર Vikas Dubey Encounter કેસ પહોંચ્યો સુપ્રીમ કોર્ટમાં, દાખલ કરાઈ PIL

pratik shah

ગુજરાતમાં 100 કોરોના ટેસ્ટમાં 11માં જોવા મળ્યો ચેપ : સ્થિતિ ભયંકર ખરાબ બની, હવે છે સાવચેતીની જરૂર

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!