GSTV

અનામત મામલે આ નેતાનું મોટુ નિવેદન, સદ્ધર દલિતો સ્વેચ્છાએ છોડી દે અનામત

Last Updated on January 10, 2019 by

લોકજનશક્તિ પાર્ટીના નેતા અને કેન્દ્રીય પ્રધાન રામવિલાસ પાસવાનના પુત્ર ચિરાગ પાસવાને કહ્યું છે કે સમૃદ્ધ દલિત લોકોએ સ્વેચ્છાથી તે પ્રકારે અનામત છોડી દેવી જોઇએ કે જે રીતે સંપન્ન લોકોએ ગેસ સબ્સિડીનો ત્યાગ કરી દીધો છે.

એક અંગ્રેજી અખબારને આપેલા ઇન્ટરવ્યુમાં ચિરાગ પાસવાને કહ્યું હતુ કે મારા મતે આર્થિક રીતે જે લોકોની પૃષ્ઠભૂમિ સમૃદ્ધ છે, તેમણે અનામતનો લાભ ન લેવો જોઇએ. આવું કરવાથી સમુદાયના અન્ય લોકોને યોગ્ય અવસર મળી શકશે.

ચિરાગ પાસવાને કહ્યું કે તેઓ જ્ઞાતિવાદ રહિત સમાજની આશા રાખે છે. આ મારૂ લક્ષ્ય છે. આ લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે યૂપી અને બિહારની મહત્વની ભૂમિકા રહેશે. માયાવતી પર નિશાન સાધતા ચિરાગ પાસવાને કહ્યું હતુ કે જ્યારે તેમની સરકાર હતી ત્યારે તેમની પાસે પાવર હતો.જો તેઓ ઇચ્છતા હોત તે સમુદાયના લોકો માટે ઘણુ કરી શક્યા હોત.

READ ALSO

Related posts

‘બધા જ પોલીસ સ્ટેશનોમાં લગાવવામાં આવે સીસીટીવી કેમેરા’, કેન્દ્રીય ગૃહ મંત્રાલયે રાજ્યો માટે બહાર પાડી માર્ગદર્શિકા

Vishvesh Dave

તમે ક્યારેય કોઈ પ્રાચીન જ્વાળામુખીની ડરામણી આંખ? હિન્દ મહાસાગરમાં 10 હજાર ફુટ નીચે છે અસ્તિત્વમાં

Pritesh Mehta

અમદાવાદ: મચ્છજન્ય અને પાણીજન્ય રોગચાળામાં વધારો, અઠવાડિયામાં તાવ,શરદી અને ઉધરસના 113 કેસ નોંધાયા

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!