GSTV
Health & Fitness World

ફેફસાં પર રોગચાળાની કેવી અસર થશે? જાણવા માટે સંશોધકોએ અપનાવ્યો મોર્ડન રસ્તો

ફેફસાં

કોરોનાની અસર સૌથી વધારે ફેફસાં પર થઈ રહી છે. કોરોનાવાઈરસ હોય કે અસ્થમા હોય કે પછી ફાઈબ્રોસિસ હોય કે ફેફસાંની અન્ય બીમારી હોય.. તેની અસર કેવી થશે એ જાણવું બહુ જરૃરી છે. ફેફસાં બહુ નાજુક અંગ છે. આપણા બધા શહેરોની હવા પ્રદૂષિત છે, ફેફસાં પર તેની વિપરિત અશર થાય છે. હવે જોકે સંશોધકે બાયોએન્જીનિયરીંગ દ્વારા ફેફસાંનુ કૃત્રિમ મોડેલ તૈયાર કર્યું છે. આ મોડેલ પર વિવિધ સ્થિતિના પ્રયોગો કરી જાણી શકાશે કે કેવી સ્થિતિમાં ફેફસાંની દશા કેવી થશે, ફેફસાંનું વર્તન કેવું હશે, કેવું પરિવર્તન આવશે.
ફેફસાંના મોડેલ સાથે આસપાસના અન્ય અંગો, શીરા-ધમની.. વગેરેના મોડેલ પણ તૈયાર કરાયા છે. જેથી શરીરમાં હોય એવુ જ વાતાવરણ લેબોરેટરીમાં સર્જી શકાયુ છે. આ સંશોધન આશાસ્પદ જણાયુ છે, માટે તેને 10 લાખ ડોલરનું ફંડ પણ મળ્યું છે.

સંશોધકોએ આ ટેકનિકને ક્લિનિકલ ટ્રાયલ ઓન અ પ્લેટ નામ આપ્યું છે. કેમ કે તેમાં ફેફસાંનું આખુ મોડેલ તૈયાર કરવામાં આવતું નથી. પરંતુ પ્લેટ એટલે કે ડીશમાં ફેફસાંમાં હોય એવા જ કોષો બાયોએન્જીનિયરીંગ દ્વારા સર્જવામાં આવે છે. એ ફેફસાંના મોડેલ પર પછી વિવિધ રોગોનો પ્રયોગ કરવામાં આવશે. કેનેડાની મેકમાસ્ટર યુનિવર્સિટી અને કેનેડાના જ સિકકીડ ફાઉન્ડેશને મળીને આ સંશોધન કર્યુ છે.

સંશોધકોનું કહેવુ છે કે ભવિષ્યમાં કોરોના જેવી બીજી મહામારીઓ પણ આવી શકે છે. બીજી મહામારી ન આવે તો પણ કોરોનાનો પુરતો અભ્યાસ બાકી જ છે. એ સંજોગોમાં આવા રોગચાળાની ફેફસાં પર કેવી અસર થશે એ સમજવું જરૃરી છે. બીજી તરફ જીવંત ફેફસાંને બહાર કાઢીને કે બીજી કોઈ રીતે તેના પર પ્રયોગ થઈ શકતો નથી. માટે બાયોએન્જીનિયરીંગની જ મદદ લેવી પડે. રોગચાળા ન આવે તો પણ રોગપ્રતિકારક શક્તિ મજબૂત કરવા, ફેફસાંને મજબૂત કરવા માટેની પદ્ધતિ પણ આ ટેકનિક દ્વારા વિકસાવી શકાશે. આ ટેકનિક વિકસાવવા માટે વાયરોલોજી, બાયોલોજી, ઈમ્યુનોલોજી વગેરેના નિષ્ણાતો ભેગા થયા હતા.

Related posts

બલુચીસ્તાન/ પાક. સલામતી દળો અને આતંકીઓ વચ્ચે ઘમાસાણ : 10 બલુચીયોના મોત

Padma Patel

આ સમસ્યાઓ હોય તો જામફળ ખાવા હિતાવહ નથી, વધી શકે છે તકલીફ

Akib Chhipa

BIG BREAKING / ISISના પ્રમુખ અબુ હસન માર્યો ગયો, નવા ચીફનું નામ પણ એલાન

Hardik Hingu
GSTV