GSTV
Home » News » ચામાચીડિયા કે સાપથી નહીં આ પ્રાણીથી કોરોના વાયરસ ફેલાયો હોવાના દાવાઓ

ચામાચીડિયા કે સાપથી નહીં આ પ્રાણીથી કોરોના વાયરસ ફેલાયો હોવાના દાવાઓ

કોરોના વાયરસ ચીનમાં શરૂ થયેલી આ મહામારીએ અત્યાર સુધીમાં 900 થી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે. વૈજ્ઞાનિકો આ રોગ કયા પ્રાણીમાંથી માણસોમાં આવ્યા છે તે શોધવા માટે કામ કરી રહ્યા છે. પરંતુ હજુ સુધી કંઇપણ સાફ કરવામાં આવ્યું નથી. કેટલાક ચીની વૈજ્ઞાનિકો કહે છે કે માણસોમાં કોરોના વાયરસ પેંગોલિન (Pangolin) એટલે કે કીડીખાઉ દ્વારા પહોંચ્યો છે. વૈજ્ઞાનિકો કહે છે કે માણસમાં મળી આવેલ કોરોના વાયરસનો ડીએનએ પેંગોલીનમાં મળી આવનાર ડીએનએથી 99% મેચ કરે છે. આ પહેલા કેટલાક વૈજ્ઞાનિકોએ દાવો કર્યો હતો કે, કોરોના વાયરસ ચામાચીડિયાથી માણસોમાં પ્રવેશ્યો છે. પરંતુ આ દાવા સાબિત થઈ શક્યા નહીં

ચીનના સાઉથ ચાઈના એગ્રિકલ્ચર યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે પેંગોલિન એ કોરોના વાયરસ ફેલાવવાનું એક શક્ય માધ્યમ છે. આ વાયરસ બેટમાંથી પેંગોલિનમાં આવ્યો અને મનુષ્યમાં ગયો. આ નવી માહિતી કોરોના વાયરસના મૂળને જાણવા અને તેને રોકવામાં મોટી ભૂમિકા ભજવી શકે છે. પરંતુ રિસર્ચમાં મળી આવ્યું કે, ચામાચીડિયોનો ડીએનએ માત્ર 80 ટકાથી ઓછો મેચ કરી રહ્યો છે.

વુહાન સીફૂડ માર્કેટમાં કોરોના વાયરસ ફેલાયો

એવું કહેવામાં આવી રહ્યું છે કે કોરોના વાયરસ ચીનના વુહાન શહેરના સીફૂડ માર્કેટમાં ફેલાયો હતો. એક અહેવાલ મુજબ આ માર્કેટમાં અનેક પ્રકારના પ્રાણીઓનું વેચાણ થાય છે. આમાં પેંગોલિન, મોર, સાપ, હરણ, ખિસકોલી, શિયાળ, દેડકા, કાચબા, મગરો, બતક, ચામાચીડિયા જેવા પ્રાણીઓ શામેલ હતા. કોરોના વાયરસના ફાટી નીકળ્યા પછી આ બજાર બંધ કરવામાં આવ્યું છે.

પેંગોલિન સૌથી વધુ દાણચોરી

નેશનલ જિયોગ્રાફિક મેગેઝિન અનુસાર, વિશ્વની સૌથી વધુ દાણચોરી પેંગોલિન છે. દર વર્ષે લગભગ એક લાખ પેંગોલિનની દાણચોરી કરવામાં આવે છે. ચીન અને વિયેટનામ જેવા દેશોમાં પેંગોલિનનું માંસ ખૂબ જ ખવાય છે. ચીનમાં, પેંગોલિન વેચતા મળી આવતા 10 વર્ષની સજાની જોગવાઈ છે. છતાં દર વર્ષે ચીન હજારો પેંગોલિનથી શિકાર થાય છે. ચાઇના બાયોડાઇવર્સિટી એન્ડ ગ્રીન ડેવલપમેન્ટ ફાઉન્ડેશન નામની એનજીઓ કહે છે કે ચીનમાં 200 થી વધુ ફાર્માસ્યુટિકલ કંપનીઓ પેંગોલિનમાંથી 60 પ્રકારની દવાઓ બનાવે છે. એક કિલો પેંગોલિન શલ્કની કિંમત 4400 ડોલર એટલે કે 3.14 લાખ રૂપિયા છે.

કેવુ પ્રાણી છે પેંગોલિન

પેંગોલીન એટલે કે કીડીખાઉ પ્રાણી હકીકતમાં તો દુનિયાભરમાં દુર્લભ બની રહ્યું છે. તે સ્તનધારી વન્યજીવ છે, જે દેખાવમાં અન્ય સ્તનધારીઓથી બિલકુલ અલગ અને વિચિત્ર આકૃતિ ધરાવતું જીવ છે. જેના શરીરનો પૃષ્ઠ ભાગ ખજૂરના વૃક્ષની છાલની જેમ કેરોટીનથી બનેલ કઠોર તથા મજબૂત શિલ્ડથી ઢંકાયેલું રહે છે. દૂરથી જોવામાં તે નાના ડાયનાસોન જેવુ લાગે છે. પેંગોલીન કીડા-મકોડા અને નાના જીવોને ખાય છે. ચીનના સંશોધકોનું કહેવુ છે કે, કોઈ વ્યક્તિ દ્વારા આ પ્રાણીને ખાવાને કારણે કોરોના વાયરસ માણસોના શરીરમાં આવ્યું હોય તેવી શક્યતા વ્યક્ત કરાઈ છે.

ચામાચીડિયાથી વાયરસ ફેલાઈ શક્તો નથી

વૈજ્ઞાનિકોનો દાવો છે કે, ચામાચીડિયામાંથી કોરોના વાયરસ આવ્યો છે. પરંતુ તેનાથી માણસમાં શરીરમાં વાયરસ ફેલાવાની શક્યતા બહુ જ ઓછી છે. જ્યારે કે, પેંગોલીનથી માણસના શરીરમાં વાયરસ આવવાની શક્યતા વધુ હોય છે. જોકે, અત્યાર સુધી આ ચીની શોધને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) ની માન્યતા મળી નથી. પરંતુ આશા વ્યક્ત કરાઈ છે કે, જો આ રિસર્ચનો દાવો સાબિત થઈ ગયો તો, વાયરસના ટીક બનાવવામાં સફળતા મળી શકે છે.

Read Also

Related posts

આવ ભાઇ હરખા આપણે બે સરખા, વિપક્ષોને નિશાન બનાવવામાં ટ્રમ્પે ભારત આવીને મોદીવાળી કરી

Bansari

ગુજરાતની ધમાકેદાર રણજીટ્રોફીની સેમીફાઈનલમાં એન્ટ્રી, ગોવાને 464 રનથી હરાવ્યું

pratik shah

દિલ્હી હિંસા: સરકારનો મહત્વનો નિર્ણય, નોર્થ-ઈસ્ટ દિલ્હીમાં શાળાઓ બંધ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!