GSTV
Gujarat Government Advertisement

TWITTER ખોલી શકે છે તમારા જીવનનું આ સૌથી મોટું રાજ-રિપોર્ટમાં દાવો

Last Updated on November 7, 2019 by Mansi Patel

એકલતાનો શિકાર થયેલાં લોકો હંમેશા પોતાનામાં જ મશગૂલ રહે છે. તેમને દુનિયાદારી સાથે કોઈ મતલબ હોતો નથી. એકલા રહેવાથી ડિપ્રેશન, હ્દય સંબંધી રોગ, ડિમેંશિયા અને અન્ય ઘણા પ્રકારની બિમારી શરીરને ઘેરી લે છે. તેનાથી બચવા માટે એક ઉપાય થઈ શકે છે. આપણે લોકોની વચ્ચે રહેવું જોઈએ, વધારેથી વધારે દોસ્તો બનાવવા જોઈએ અને ખૂબ વાતો કરવી જોઈએ દર વખતે આ સંભવ હોતું નથી. એકલતાનો શિકાર થયેલાં લોકોની જલ્દી ઓળખ થઈ શકતી નથી. પરંતુ હવે એક નવા અભ્યાસમાં શોધકર્તાઓએ આવા અવસાદ ગ્રસ્ત લોકોની ઓળખની એક નવી રીત શોધી છે.

શોધકર્તાઓનો દાવો છેકે,લોકોની સોશિયલ મીડિયા પોસ્ટને વાંચીને તેનું અનુમાન લગાવી શકાય છેકે, ક્યા યુઝર્સ એકલતાનો અનુભવ કરી રહ્યા છે. લોકોની ટ્વીટનો અભ્યાસ કરીને સંશોધનકારોએ કહ્યુકે, આવા લોકોને સહારો આપવાથી તેમનું જીવન સુગમ બનાવી શકાય છે. કોઈ ગંભીર બિમારીઓ થવાથી બચી શકે છે. આ અભ્યાસમાં અમેરિકાની યૂનવર્સિટી ઓફ પેન્સિલવેનિયા સ્કૂલ ઓફ મેડિસિનનાં સંશોધનકારોએ આ વિષયોને રેખાંકિત કર્યા છે. જેને સંબંધ એકલતા સાથે હોય છે. સંશોધનકારોનું કહેવું છેકે, ટ્વીટર યુઝરની વોલમાં પોસ્ટ કરવામાં આવેલી સામગ્રીનાં વિષયને વાંચ્યા બાદ અનુમાન લગાવી શકાય કે, યુઝરની મનોદશા શું છે.

પોસ્ટ કરવામાં આવેલી સામગ્રીની ભાષાના વિશ્લેષણનાં આધાર પર સંશોધનકારોએ જાણ્યુકે, એકલતાપણું એવા લોકોમાં વધારે જોવા મળે છે, જેઓ પોતાના સંબંધો, મુશ્કેલીઓ અને અનિંદ્રા જેવા વિષયો પર વધારે પોસ્ટ કરે છે. બીએમજે ઓપન નામના જર્નલમાં પ્રકાશિત નિષ્કર્ષોથી તે યુઝરની ઓળખ સરળ થઈ શકે છે. જે એકલા છે. તેઓ ભલે એકલતાના અનુભવ વિશે સ્પષ્ટરૂપે ટ્વીટ ન કરતા હોય. આવા લોકોને એકલતામાંથી બહાર લાવવા માટે મદદ કરી શકાય છે.

પેન્સેલવેનિયા યુનિવર્સિટીના વૈજ્ઞાનિક અને અભ્યાસના પ્રમુખ લેખકે કહ્યુકે, એકલતા સાથે જોડાયેલી સમસ્યાઓને પ્રકટ થવામાં દશકો લાગશે. એટલા માટે તેને જાનલેવા કહી શકાય છે. કારણકે, તે ધીમે ધીમે વ્યક્તિને તેની પકડમાં લે છે. તેમણે કહ્યુકે, જો અમે એકલા રહેતા લોકોની ઓળખ કરવામાં સક્ષમ હોઈએ તો આ સમસ્યા ઘણી હદે ઘટી શકે છે. તેમની માનસિક સ્થિતી વિશે અનુમાન લગાવીને તેમને ગંભીર બિમારીઓમાંથી બચાવી શકાય છે. કોઈ પણ યૂઝરના ટ્વીટનો અભ્યાસ કરીને અમને લોકોની મદદ કરવાની તક મળી શકે છે એને આ સૌથી વધારે પ્રભાવી રીત રહેશે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

સભ્ય સમાજની નગ્ન તસ્વીર: દલિતોએ દેવતાની પૂજા કરવા માટે સવર્ણોની મંજૂરી ન લીધી તો પગમાં પાડી માફી મગાવી, વીડિયો હચમચાવી દેશે

Pravin Makwana

દુનિયાની સૌથી વધુ વસ્તીવાળા ચીનમાં લગ્ન માટે તરસી રહ્યા છે 3 કરોડ પુરુષ, કારણ જાણીને ચોંકી જશો

Harshad Patel

સાવધાન/ આ વસ્તુઓ ખાધા પછી ન પીવું જોઈએ તાત્કાલિક પાણી, થઇ શકે છે સ્વાસ્થ્યને નુકસાન

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!