રિસર્ચમાં ખુલાસો, જીવનસાથીને બદલે મહિલાઓ કૂતરાની સાથે આરામથી ઉંઘે છે

ન્યૂયોર્કના શહેર બફેલોના કેનિસિઅસ કૉલેજના સંશોધકોને સંસોધનમાં જાણવા મળ્યું કે મહિલાઓ મનુષ્યની સરખામણીએ કૂતરાઓ સાથે વધારે ઉંઘે છે. ક્રિસ્ટી એલ હૉફમેનના નેતૃત્વમાં થયેલા આ સંશોધનમાં અમેરિકામાં 962 મહિલાઓ પર સંશોધન કરવામાં આવ્યું હતું. આ દરમ્યાન 55 ટકા મહિલાઓ એક કૂતરાની સાથે ઉંઘે છે, જ્યારે 31 ટકા મહિલાઓ એક બિલાડીની સાથે ઉંઘે છે.

આ સર્વે માટે મહિલાઓએ એક પ્રશ્ન યાદી ભરવાની હતી, જેમાં તેમણે પોતાના કૂતરા અથવા બિલાડીની સાથે ઊંઘવાના અનુભવને લખવાનો હતો. આ સિવાય પોતાના પાર્ટનરની સાથે તે કેવી રીતે સૂવે છે. આ સંશોધનમાં ખબર પડી કે બિલાડી અને પોતાના જીવનસાથી સાથે ઉંઘવાથી મહિલાઓને પોતાની ઉંઘમાં ખલેલ પહોંચે છે. જ્યારે કૂતરો સારો સ્લીપિંગ પાર્ટનર હોય છે, એટલેકે કૂતરાઓ ખલેલ પહોંચાડતા નથી.

ક્રિસ્ટી એલ હૉફમેને હફપોસ્ટને તેનું કારણ જણાવતા કહ્યું કે કૂતરા પાળનારા લોકો નિયમિત કૂતરા ના પાળનારા લોકોની તુલનામાં વધારે ડિસીપ્લિન્ડ હોય છે. કૂતરો પોતાના માલિકને નિયમિત મનુષ્ય અને અન્ય પ્રાણીઓની તુલનામાં જલ્દી એડોપ્ટ કરી લે છે. કેટલાંક લોકો એટલા માટે કૂતરાની સાથે ગાઢ ઉંઘમાં ઉંઘવાનું પસંદ કરે છે કારણકે કોઈ પણ ઈમરજન્સી સ્થિતિમાં તેમનો કૂતરો સંતર્ક રહે છે અને તેમને પણ સંતર્ક કરી નાખે છે.

એરિજોનામાં મેયો ક્લિનિકે પહેલા એક અભ્યાસ કર્યો હતો, જેમાં જાણવા મળ્યુ હતું કે કૂતરાની સાથે ઉંઘનારા લોકો સામાન્ય રીતે સારી ઉંઘનો અનુભવ કરતા હતાં. તો આ વિશેષ અભ્યાસ માટે, હૉફમેન અને તેમની ટીમ વિશેષ રૂપથી મહિલાઓ માટે જાણવા ઈચ્છતી હતી.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter