GSTV

કોરોનાને લીધે દુનિયાભરમાં થઇ શકે છે 10 કરોડ સુધી મોત, આ રિસર્ચ સાચું ઠર્યું તો હાહાકાર મચશે

Corona

કોરોના વાયરસના સંક્રમણના કેસ સતત વધી રહ્યા છે. જો સ્થિતિ આવી જ રહી તો શક્યતા છે કે તેને લીધે સ્વાસ્થ્ય પર મોટી અસર થઇ શકે છે અને 1918માં આવેલા H1N1 ઇન્ફ્લ્યુએન્ઝાજેવો કોરોનાનો પ્રકોપ જોવા મળી શકે છે.

તમને જણાવી દઈએ કે, H1N1 ઇન્ફ્લ્યુએન્ઝાને કારણે 10 કરોડ લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ દાવો મેડિકલ જનરલ ધી લેન્સેટમાં પ્રકાશિત એક રિસર્ચ પેપરમાં કરવામાં આવ્યો છે.

ચીની કેન્દ્રીય રોગ નિયંત્રણ અને રોકથામના ડાયરેક્ટર ગાઓ ફૂ ના નેતૃત્વમાં જાહેર કરવામાં આવેલ આ રિસર્ચ પેપરમાં જણાવાયું છે કે મૌસમી ઇન્ફ્લૂએન્ઝાના કેસ-ફેટલિટી રેશિયો (CFR ) લગભગ 0.1% છે. જયારે કોવિડ-19નો અંદાજિત CFR ચીનના હુબેઇ પ્રાંતમાં 5.9% અને ચીનના અન્ય વિસ્તારોમાં 0.98% રહ્યો હતો.

રિસર્ચ પેપરમાં એ વાત પાર ચર્ચા કરવામાં આવી છે કે કોરોનાના કેસ વધવાથી આપણી સ્વાસ્થ્ય પર અસર થશે, જેને કારણે વધુ મોત થશે. શું કોવિડ-19 મહામારીની સ્થિતિ વધુ ખરાબ થઇ શકે છે, તેનો પ્રભાવ 1918ના H1N1 ઇન્ફ્લૂએન્ઝા મહામારીના રૂપમાં સામે આવી શકે છે, જેમાં 2%થી વધુ CFR થી હતું અને તેનાથી દુનિયાભરમાં 50 થી 100 મિલિયન લોકોના મોત થઇ શકે છે.

Related posts

ખુશખબર/ બાળકો માટે કોરોના વેક્સિન પર સૌથી મોટા સમાચાર, આ મહિનામાં આવી જશે વેક્સિન

Damini Patel

પૂર પ્રકોપ/ બિહારના 11 જિલ્લાઓમાં પૂરથી 15 લાખ લોકો થયા પ્રભાવિત, મહારાષ્ટ્ર- ગોવામાં એરફોર્સ નેવીએ સંભાળ્યો મોરચો

Harshad Patel

મોટી રાહત: એક પણ રૂપિયો ખર્ચ કર્યા વગર વોટ્સએપ અથવા મિસ્ડ કરીને પણ બુક કરાવી શકશો ગેસ સિલેન્ડર

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!